રાશિ પ્રમાણે કરશો આ કામ, તો મુશ્કેલીઓનું થશે કામ તમામ! - Sandesh
  • Home
  • Astrology
  • રાશિ પ્રમાણે કરશો આ કામ, તો મુશ્કેલીઓનું થશે કામ તમામ!

રાશિ પ્રમાણે કરશો આ કામ, તો મુશ્કેલીઓનું થશે કામ તમામ!

 | 2:28 pm IST

મૂડ સારો ના હોય કે પછી મુશ્કેલીમાં હોઈએ તો સમજાતું નથી કે શું કરવું. આવું આપણી સાથે ઘણી વખત થતું હોય છે, આવા સમયમાં વ્યક્તિને સમજાતું નથી કે તે પોતે શું કરે અને કઈ રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે. મગજ પણ આ વિશે વિચારી-વિચારીને થાકી ગયું હોય છે. આવા સમય રાશિ પ્રમાણેનો ઉપાય ફાયદાવાળો સાબિત થઈ શકે છે.

રાશિ પ્રમાણે કરો આ કામ

મેષ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિ એક ફાયર સાઈન છે, એટલે કે ગુસ્સો દર્શાવે છે. જો મેષ રાશિના જાતકોનો મૂડ ન હોય અને મૂડ બનાવવો હોય કે ચિંતા દૂર કરવી હોય તો તપ-સાધનાનો માર્ગ પસંદ કરવો જોઈએ. આ સિવાય કલાને કેન્દ્રમાં રાખીને કેટલાક કાર્ય કરો તો મનને શાંતિ મળશે.

વૃષભ
વૃષભ રાશિના જાતકો વધારે મૂડી હોય છે, માટે તેમના મૂડને સંભાળવો મુશ્કેલ હોય છે, પણ અશક્ય કશું નથી. આ રાશિના લોકોએ ચિંતા મુક્ત રહેવા માટે ડાન્સ ક્લાસિસ જોઈન કરવા જોઈએ. આ સિવાય બગીચાની સારસંભાળ રાખીને, ટેનિસ રમીને અને પ્રકૃતિ સાથે જોડાઈને પણ શાંતિ મેળવી શકે છે.

મિથુન
મન અને મગજ પર શાંતિ રહે તેવું કામ લોકો પહેલા પસંદ કરતા હોય છે પણ આ રાશિવાળા તેનાથી ઉલટું કરે છે. ખરાબ મૂડમાંથી બહાર નીકળવું હોય તો રફ એન્ડ ટફ કામ કરવું પડશે. જેમ કે દોડ લગાવવી કે ઊંચી છલાંગ લગાવવી કે પાવર યોગા કરવા.

કર્ક
કર્ક રાશિ એક વોટર સાઈન છે, જે ઘણી જ મૂડી હોય છે. દરેક કામમાં જલદી કંટાળી જાય છે, માટે દરરોજ કંઈક નવું કરવું જોઈએ. માટે ડાન્સ, કાર્ડિયો, યોગ, એવી અલગ-અલગ વસ્તુઓમાં સમય પસાર કરવો જોઈએ.

સિંહ
સિંહ રાશિના લોકો પોતાના ગુસ્સા માટે જાણીતા હોય છે. માટે તેમણે શાંત થવા માટે કેટલાક કામ કરવા જોઈએ. આ રાશિના લોકો માટે યોગ અને જપ-તપથી વધારે સારું કશું નથી.

કન્યા
કન્યા રાશિના જાતકો પોતાની સમજદારી અને સંવેદનશીલતા માટે જાણીતા છે. આ રાશિના લોકોનો મૂડ ખરાબ હોય તો એક્ટિવિટી કરવી જોઈએ જેમાં યોગ અને સ્પોર્ટ્સ ગેમનો સમાવેશ થાય છે.

તુલા
આ રાશિ ધરાવનારનું મગજ ઘણું તેજ હોય છે, ભલે તેઓ સંપૂર્ણ રીતે ઘેરાયેલા હોય પણ તેમના મગજ માટે વપરાતી એક્ટિવિટી તેમને પસંદ હોય છે. માટે ખરાબ મૂડમાં તેઓ ચેસ જેવી ગેમ રમવી જોઈએ, મગજ ફ્રેશ થઈ જશે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો પણ જલદી કંટાળી જાય છે, એક જેવું રુટીન કામ તેમના મગજને પરેશાન કરી દે છે. માટે તેઓ કંઈક ને કંઈક અલગ કરવાના પ્રયત્નમાં રહે છે. તેમના માટે ટેનિસ, સ્વિમિંગ, ડાન્સ, યોગ તમામ એક્ટિવિટિઝ પરફેક્ટ છે.

ધન
ધન રાશિ ફાયરની સાઈન છે, તેમનો મૂડ પણ વધારે ગુસ્સાવાળો રહે છે. જ્યારે થાક અનુભવાય અને તેમને કોઈ થોડા પણ હેરાન કરે તો ઉકળી જાય છે. તેમના માટે યોગ અને આધ્યાત્મિક રુપે તપ કરવાનું સારું રહેશે.

મકર
મકર રાશિના જાતકો પોતાની આળસ માટે જાણીતા છે, માટે તેમને ઘરની બહાર નીકળીને કોઈ એક્ટિવિટિ કરવી પસંદ નથી હોતી. પણ જો મૂડ ખરાબ હોય તો વોક પર નીકળી જવું જોઈએ.

કુંભ
જ્યારે કુંભ રાશિના જાતકોનો મૂડ ખરાબ હોય તો તેમને એવી જગ્યાની જરુર પડે છે જ્યાં તેમના સિવાય બીજું કોઈ ન હોય. માટે તેમણે ગોલ્ફ રમવું જોઈએ. ગોલ્ફ ન રમી શકે તો યોગ અથવા વોકનો સહારો લઈ શકે છે.

મીન
મીન રાશિના જાતકોએ ચિંતામાંથી બહાર નીકળવા માટે એક જ માર્ગ છે, તે છે તેમનામાં એનર્જી ભરી દેવી. આ રાશિના લોકોએ યોગ કે બેસીને ધ્યાન કરવા જેવા કામ ન કરવા જોઈએ તેનાથી તેમની મુશ્કેલી વધી જશે. બહાર નીકળીને હરવા-ફરવા અને રમવાથી તેમને શારીરિક અને માનસિક બન્ને રીતે એનર્જી મળે છે.