Do this before night, then skin will shine in morning glow
  • Home
  • Fashion & Beauty
  • રાતે સૂતા પહેલા કરશો આ કામ તો સવારે ત્વચામાં આવી જશે ચમક

રાતે સૂતા પહેલા કરશો આ કામ તો સવારે ત્વચામાં આવી જશે ચમક

 | 10:30 am IST

ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે અનેક પ્રયાસ કરીએ છીએ પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખીએ તો આપણે ચમકને વધારી શકીએ છીએ જેમ કે રાતે સ્કિન કરવામાં આવે તો તેનો ફરક વધારે સમય જોવા મળે છે. જેના માટે રાતે સૂતા પહેલા તમે કેટલીક બ્યુટી ટિપ્સ ફોલો કરશો તો તમે ચહેરાની ચમક વધારી શકશો.

– હેલ્ધી અને ગ્લોઇંગ ત્વચા માટે મુખ્ય તત્વોમાંથી એક વિટામીન છે. આ સુપર તત્વ કાળા ધબ્બાને ગાયબ કરી દે છે અને તમારી ત્વચાની ટોનમાં સુધારો કરી દે છે. જેનાથી તમે ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો વિટામીન સી અંડર આઇ ડાર્ક સર્કલ માટે ચમત્કાર પણ કરે છે. જેથી સૂતા પહેલા તમારી આંખ નીચે વિટામીન સીથી ભરપૂર ક્રીમ લગાવો.

– તે સિવાય એપ્પલ વિનેગર ન માત્ર ત્વચાને એક્સફોલિએટ કરે છે. પરંતુ ત્વચાને બેલેન્સ પણ કરે છે. બ્રેકઆઉટમાં હેલ્પ કરે છે. તમારા ચહેરા પર કોટન પેડની મદદથી લગાવો જેમ તમે ટોનરનો ઉપયોગ કરો છો.

– સૂતા પહેલા ચહેરાને સાફ કરવો ખૂબ જરૂરી હોય છે. જેના માટે તમે ક્રીમ કે ઓઇલ બેસ ક્લીન્જરનો ઉપયોગ કરો. કારણકે તે ત્વચાની તુલનાની કુદરતી ચમક છીનવી લેતા નથી. જ્યારે એક્સફોલીએટિંગ ક્લીન્ઝર તમારી ત્વચાના સંપર્કમાં આવે છે. તો તેનાથી ત્વચા ડ્રાય અને ડલ થઇ જાય છે.

આ પણ જુઓ : સુરતમાં મહિલા તબીબ સાથે પાડોશીનો દૂર્વ્યવહાર F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન