Do this experiment with garlic and honey, the result will appear
  • Home
  • Featured
  • લસણ અને મધનો ભૂખ્યા પેટે આ રીતે કરો પ્રયોગ, સાત દિવસમાં દેખાશે પરિણામ

લસણ અને મધનો ભૂખ્યા પેટે આ રીતે કરો પ્રયોગ, સાત દિવસમાં દેખાશે પરિણામ

 | 3:32 pm IST

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. આપણે સૌ હંમેશા લસણનો ઉપયોગ તો કરીએ જ છીએ. સૌથી શક્તિશાળી સુપરફૂડમાં લસણનો પણ સમાવેશ થાય છે. તેનાથી એથોરોસ્કલેરોસિસ, કોરોનરી હાર્ટ ડીસીઝ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશરમાં ઘટાડો કરવા તથા કોલેસ્ટ્રોલની પ્રમાણ ઓછું કરવામાં મદદ મળે છે.

શરદી, ફલૂ, તાવ, ફંગસ, ઝાડા અને મચ્છર કરડવા જેવી નાની બીમારીઓમાં પણ લસણ અકસીર છે. તે શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઉપરાંત ઓસ્ટિયોઅર્થરાઈટિસ, વૃદ્ધ થયેલા પ્રોસ્ટેટ અને ડાયાબિટિસની સારવાર પણ તેનાથી થઈ શકે છે.

આદુ અને મધ સાથે લસણને ભેળવીને લેવાથી તેની અસર વધારે થાય છે. કેમોથેરાપી જેવી આક્રમક સારવારની જરૂર હોય તેવા ઝેરી તત્વો તેનાથી દૂર થાય છે. લસણને સમારી 15 મિનિટ સુધી રાખી મુકો. આ રીતે ખાવાથી તેની બોયઅવેબિલિટીમાં વધારો થશે. રાંધીને ખાવાથી લસણના તબીબી ગુણો ઘટી જાય છે. લસણને ખાલી પેટ જ ખાવુ જોઈએ.

લસણની બે-ત્રણ કળી દળીને એક ચમચી મધ સાથે લેવાથી એનર્જીમાં વધારો થાય છે અને આરોગ્ય સારું રહે છે. લસણની પાંચ કળી કાપી, બે લાલ મરચા સમારી, એક ચમચી આદુ સમારી, એક લીબુંને નીચોવી રસ કાઢી તેમાં સિરકો ભેળવી પીવાથી ફલૂની અસર થતી નથી.

આ વીડિયો જુઓ: ચપટીમાં દૂર થશે પિચોટી ખસવાની સમસ્યા, આ દેશી ઇલાજ આવશે કામ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન