Do this for just 5 minutes, Surya mudra will be suitable for body temperature, digestive
  • Home
  • Featured
  • માત્ર 5 મિનિટ કરશો આ મુદ્રા તો શરીરનું તાપમાન રહેશે યોગ્ય, પાચનમાં મળશે મદદ

માત્ર 5 મિનિટ કરશો આ મુદ્રા તો શરીરનું તાપમાન રહેશે યોગ્ય, પાચનમાં મળશે મદદ

 | 9:58 am IST

યોગ કરવાથી થતા ફાયદા અંગે તો તમે જાણતો હશો પરંતુ આજે અમે શેર કરવા જઇ રહ્યા છીએ તેની એક મુદ્રાથી થનારા સ્વાસ્થ્યને લગતા ફાયદા અંગે જેનાથી તમારી હેલ્થ સારી રહી શકે છે. સૂર્ય મુદ્રા કરવાથી તમને અનેક પ્રકારના ફાયદા થઇ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેને કરવી ખૂબ સહેલી છે. અને આ તમારે માત્ર 5 મિનિટ જ કરવાની છે. સૂર્ય મુદ્રા શરીરમાં પૃથ્વી તત્વને ઓછા કરીને શરીરમાં અગ્નિ તત્વ ભરી દે છે. જેનાથી તમારા શરીરમાં એનર્જી વધી જાય છે અને આળસ દૂર થાય છે તો આવો જોઇએ તેના ફાયદાઓ..

સૂર્ય મુદ્રાના ફાયદા

– આ મુદ્રાના સૂરજની મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાથી શરીરનું તાપમાન યોગ્ય રાખવામાં મદદ મળે છે.

– તે શરીરમાં તાપ ઉત્પન્ન કર છે. જો શિયાળામાં ઠંડી લાગી રહી છે તો આ મુદ્રા કરો.

– તમારા શરીરમાં મેટાબોલિજ્મને વધારે છે. તેમજ પાચનમાં મદદ કરે છે.

– તમારા શરીરમાં રહેલી ચરબીને ઓછી કરે છે. સાથે જ આંખોની દ્રષ્ટિને સારી રાખે છે.

આપણા શરીરમાં 5 તત્વો એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી મળીને બને છે. જ્યારે પણ શરીરમાં આ તત્વોનું અસંતુલન થાય છે તો શરીરને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. હસ્ત મુદ્રાઓ દ્વારા તમે આ 5 તત્વોને કંટ્રોલમાં રાખી શકો છો. તો લાંબા સમય માટે હેલ્ધી અને બીમારી મુક્ત રહેવું છે તો રોજ 5 મિનિટ સૂર્ય મુદ્રા કરી શકો છો. પરંતુ આ કરતા સમયે એક વાતનું ધ્યાન રાખો કે સૂર્ય મુદ્રા કરતા સમયે શરીરની ગરમી વધે છે જેથી ગરમીમાં આ મુદ્રાને કરતા પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પી લેવું જોઇએ.

આ પણ જુઓ : 

વાપીમાં મામાએ ભાણી પર કર્યો એસિડ એટેક

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન