Do this home remedy remove mark of 'Love Bite', these 3 things are special
  • Home
  • Fashion & Beauty
  • ‘લવ બાઇટ’ના નિશાનને દૂર કરવા ઘરે કરો આ ઉપાય, આ 3 વસ્તુ છે ખાસ

‘લવ બાઇટ’ના નિશાનને દૂર કરવા ઘરે કરો આ ઉપાય, આ 3 વસ્તુ છે ખાસ

 | 12:00 pm IST

લવ બાઇટનું નામ સાંભળતા જ તમે સમજી ગયા હશો કે અમે શેની વાત કરી રહ્યા છીએ. આ નિશાન શરીર પર ત્યારે ઉભરાઇ આવે છે. જ્યારે જોરથી શરીરના કોઇ અંગ પર કિસ કે બાઇટ કરવામાં આવે. કેટલીક વખત પાર્ટનરની સાથે ઇન્ટીમેટ થતા સમયે શરીર પર લવ બાઇટના નિશાન પડી જાય છે. એવામાં લોકો આ નિશાન છુપાવવની કોશિશ કરે છે. પરંતુ તેને છુપાવવાની જગ્યાએ તમે કેટલાક ઘરેલું ઉપાય કરીને મિનિટોમાં આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

કેળાની છાલ

આ નિશાનથી છૂટકારો મેળવવા માટે કેળાની છાલથી તે જગ્યા પર 15-20 મિનિટ મસાજ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી તે જગ્યાને ધોઇ લો. આ ઉપાય કરવાથી નિશાન જલદી ગાયબ થઇ જશે.

ઠંડી ચમચી

આ નિશાનથી છૂટકારો મેળવવા માટે એક ચમચીને ઊંધી કરીને લવ બાઇટ પર રગડો. તેને ઓછામાં ઓછી 15-20 મિનિટ આ રીતે કરવાથી લવ બાઇટના નિશાન ગાયબ થઇ જશે.

શેક કરવાથી

કોઇ ગરમ કપડાથી કે હોટ વોટર બેગથી લવ બાઇટ વાળી જગ્યા પર શેક કરો. જેનાથી પણ તમને લવ બાઇટના નિશાનને કોઇપણ સમસ્યા વગર છૂટકારો મેળવી શકો છો.

 

આ પણ જુઓ : આ બિમારીઓ હોઈ શકે છે તમારા સફેદ વાળનું કારણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન