Do this if you have been a victim of Online fraud
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • ફેસબૂકમાં છેતરપિંડીનો શિકાર બન્યા છો તો આટલું કરો, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન ફરિયાદ

ફેસબૂકમાં છેતરપિંડીનો શિકાર બન્યા છો તો આટલું કરો, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન ફરિયાદ

 | 8:25 am IST
 • Share

Be Carefull

ઓનલાઇન છેતરપિંડીના આ કાળા બજારમાં મોટાભાગે સીધા લોકો ભોગ બને છે, પરંતુ હવે આ છેતરપિંડી ઉચ્ચ કક્ષાએ થવા લાગી છે. છેતરપિંડીના કેસમાં અનેક ધારાસભ્યથી લઈને એસપી, ડીએસપી શિકાર બની રહ્યા છે. ત્યારે તમે જાણો કે લોકો તમારા પૈસાની છેતરપિંડી કેવી રીતે કરે છે. તાજેતરમાં ફેસબૂક દ્વારા ઓનલાઇન છેતરપિંડીના હજારો કેસ નોંધાયા છે. પરંતુ આ ઓનલાઇન છેતરપિંડી કેવી રીતે થાય છે તે સમજવાની જરૂર છે. પૈસાની છેતરપિંડી અથવા ઓનલાઇન છેતરપિંડી ફક્ત ફેસબૂક સુધી મર્યાદિત નથી. વોટ્સએપ અને ઓએલએક્સ દ્વારા પણ ઓનલાઈન છેતરપિંડીના કેસો થયા હોય તેવું અનેક કિસ્સામાં બહાર આવ્યું છે. ફેસબૂક મેસેન્જરની અંગત ચેટમાં જો તમારા કોઈ નજીકના મિત્રો અથવા સંબંધીઓ તમને મેસેજ કરે છે કે તમે તેને તરત જ પૈસા મોકલી આપો છો અને પછી તમે તેને પૈસા મળ્યા છે કે નહી તે પૂછવા માટે કોલ કરો છો અને તે એવું જણાવે છે કે મે તને પૈસા માટે મેસેજ કર્યો જ નથી. ત્યારે તમારે સમજી જવાનું કે તમારી સાથે છેતરપિંડી થઇ છે.

કોઇ પણ વ્યક્તિ તમારી પાસે પૈસા માંગે ત્યારે તમારે તેને એક વાર કોલ કરીને ચકાસી લેવું કે પૈસા માંગનાર વ્યક્તિ યોગ્ય જ છે ને. આવી કેટલીક ઘટનાઓ છેલ્લા ૬ મહિનામાં ખૂબ ઝડપથી વધી છે. ઓનલાઇન ઠગો લોકોની પોસ્ટનો ઉપયોગ કરીને સેલિબ્રિટી, રાજકારણી, સરકારી અધિકારી અથવા પોલીસ અધિકારીની બનાવટી આઈડી બનાવીને ફેસબૂક પર કોઈ મહત્ત્વપૂર્ણ કામ અથવા જાહેર કાર્યના નામે પૈસા માંગે છે અને લોકો ઓફિશિયલ એકાઉન્ટ માનીને પૈસા ટ્રાન્સફર પણ કરે છે.

જો તમે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બનો તો આટલું કરો  

 • જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છો તો તમે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (cybercrime.gov.in <http://www.cybercrime.gov.in>) પર ફરિયાદ નોંધાવી શકો છો.
 • આ વેબસાઇટ પર બે પ્રકારની ફરિયાદ દાખલ કરી શકાય છે. જેમાં મહિલાઓ અથવા બાળકો સાથે થયેલા ગુનાઓ અંગે અલાયદી ફરિયાદ કરી શકાય છે. જ્યારે ઓનલાઇન છેતરપિંડી અંગે અલાયદી ફરિયાદ કરવાની હોય છે.
 • આ પોર્ટલ પર તમારી ફરિયાદ તમે જાતે જ નોંધવી શકો છો. જેમાં યૂઝર્સ પોતાનું નામ, મોબાઇલ નંબર આપીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. જેથી જરૂર પડે તપાસ અધિકારી દ્વારા તેમનો સંપર્ક કરી શકાય.

ફરિયાદ પરત ખેંચી શકાય કે નહીં  

જો ફરિયાદ સ્ત્રી કે બાળ ગુના સાથે સંબંધિત છે તો તે પાછી ખેંચી શકાતી નથી. પરંતુ જો તે છેતરપિંડીની છે તો તે પાછો ખેંચી શકાય છે. પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યાં સુધી તમારી ફરિયાદ એફ.આઈ.આર.માં બદલવામાં નથી આવતી. એટલે કે એફ.આઈ.આર. નોંધ્યા પછી તમે તેને પાછા લઈ શકતા નથી.

ફરિયાદ માટે શું જરૂરી  

 • ક્રેડિટ કાર્ડની રસીદ
 • બેંક સ્ટેટમેન્ટ
 • એન્વેલપ
 • બ્રોશર અથવા પેમ્ફલેટ
 • ઓનલાઇન મની ટ્રાન્સફરની રસીદ
 • ઇમેલની નકલ
 • વેબપૃષ્ઠનો URL
 • ચેટ ટ્રાન્સ્ક્રિપ્ટ્સ
 • શંકાસ્પદ મોબાઇલ નંબરનો સ્ક્રીનશોટ
 • વીડિયોઝ
 • છબીઓ
 • આ સાથે બીજા અન્ય પ્રકારનો દસ્તાવેજ

ફેસબૂકની ગાઈડલાઇન્સ શું છે  

ઓનલાઇન છેતરપિંડી થાય છે ત્યારે ફેસબૂક સીધી કોઈ કાર્યવાહી કરી શકતું નથી. પરંતુ સહાય વિભાગમાં છેતરપિંડી ટાળવા માટેના કેટલાક રસ્તા છે. આ ઉપરાંત છેતરપિંડીને ૫ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

૧) રોમાંસ સ્કેમ્સ

૨) લોટરી સ્કેમ્સ

૩) લોન સ્કેમ્સ

૪) એક્સેસ ટોકન થેફ્ટ

૫) જોબ સ્કેમ્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન