Do this miraculous remedy according to your Nakshtra
  • Home
  • Astrology
  • તમારા જન્મ નક્ષત્ર અનુસાર કરી લો આ ચમત્કારીક ઉપાય, પર્સ ક્યારેય ખાલી નહીં રહે

તમારા જન્મ નક્ષત્ર અનુસાર કરી લો આ ચમત્કારીક ઉપાય, પર્સ ક્યારેય ખાલી નહીં રહે

 | 3:21 pm IST

જાતકના નક્ષત્ર પરથી તે કેવું જીવન જીવશે તેનો સચોટ નિર્દેશ જાણી શકાય છે. કેટલાક લોકો ખુબજ મહેનતુ હોવા છતાં ક્યારેય પૈસા મેળવી શકતા નથી અથવા જીવનભર કંગાળ રહે છે. તો આજે તમને તમારા જન્મ નક્ષત્રના આધારે કેટલાક ઉપાય દર્શાવીશુ જે કરશો તો સમૃદ્ધિ તમારા પગમાં આળોટશે.

અશ્વિની નક્ષત્ર :
કેતુ અશ્વિની નક્ષત્રનો સ્વામી છે. આ નક્ષત્ર ઉત્સાહ વર્ધક તથા શરીર અને મનને પોષણ આપનાર છે. કેતુ મોક્ષનો કારક છે. અશ્વિની નક્ષત્રમાં જન્મેલા જાતકોએ પૂર્ણિમાએ સામાજિક ક્ષેત્રે કંઈ સહન ના કરવું પડે તે હેતુથી શિવજીને ચોખા ચઢાવવા અને ધનના ઉપાર્જન માટે ગણપતિનું અથર્વશીર્ષ કરવું.

ભરણી નક્ષત્ર :
ભરણીનો સ્વામી શુક્ર છે. વધારેમાં વધારે ખરાબી આ લગ્નને નક્ષત્રની જોવા મળે છે. ધનની ઈચ્છાવાળા અને ધંધામાં રોજગારી ઈચ્છતા ભરણી નક્ષત્રમાં જન્મેલા જાતકોએ ‘મહાલક્ષ્મી અષ્ટક’ કરવું. લક્ષ્મીજીને કમળ અર્પણ કરવું. શિવજીને કમળનું ફૂલ અર્પણ કરવું.

કૃતિકા નક્ષત્ર :
આ નક્ષત્રમાં જન્મેલા જાતક ઉત્સાહી, સર્જનશક્તિ ધરાવતા, પ્રભાવી અને ઓજસ ધરાવતા હોય. તેઓ ધ્યેય-સિદ્ધિ માટે આત્મસમર્પણ કરનારાં થાય છે. શાસ્ત્રોમાં રસ ધરાવે. આ જાતકોએ દિવસે ‘આદિત્યહૃદયનો પાઠ’ કરવો. સૂર્યને હળદર, કુમકુમ મિશ્રિત જળ અર્પણ કરવું, અને સુખની કામના કરવી.

રોહિણી નક્ષત્ર :
આ જાતકો લાગણીશીલ વધારે હોય છે. કલ્પનાશક્તિ અને કાર્યોમાં મૌલિકતા વધારે હોય છે. કળામાં રુચિ દાખવનાર હોય. પૂર્ણિમાના દિવસે જાતક જો શિવજી ઉપર દૂધનો અભિષેક કરે તો સર્વ કાર્યમાં સિદ્ધિ મળે છે.

મૃગશીર્ષ નક્ષત્ર :
આ જાતકો ઉત્સાહી હોય છે. તેમનો બીજા ઉપર પ્રભાવ વધારે પડે છે. પ્રવાસનાં શોખીન હોય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મેલા જાતકોએ ગણપતિને દૂર્વા ચઢાવવી, સિંદૂર અર્પણ કરવું. લાભ થશે.

આર્દ્રા નક્ષત્ર :
આ નક્ષત્રમાં જન્મેલા જાતકો કૂટનીતિજ્ઞ હોય છે. આ નક્ષત્રમાં જન્મેલા મિથુન રાશિનાં જાતકોએ શિવજીને ભસ્મ ચઢાવવી. ધતૂરાનું ફૂલ અર્પણ કરવું. અટકેલા કામ પૂરા થશે.

આ વીડિયો જુઓ: દર્શન કરો ઉંઝાના મા ઉમિયા મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન