witty saying on Tuesday helps to abolish bad luck, do it
  • Home
  • Astrology
  • મંગળવારે કરો આ કાર્ય, ખુલી જશે નસીબનો દરવાજો

મંગળવારે કરો આ કાર્ય, ખુલી જશે નસીબનો દરવાજો

 | 4:02 pm IST

સામાન્ય રીતે લોકો એવું માને છે કે પૈસો એ લગભગ તમામ મુશ્કેલીઓનું હલ છે. જો કે એવું પણ નથી કે પૈસો હોય તો મુશ્કેલીઓ જ નથી હોતી. મુશ્કેલીનો પોતાનો એક સમય હોય છે એ સમયે તે આવ્યા વગર રહેતી નથી. એ પાછળ ઘણુંબધું કારણભૂત હોય છે. જેમ કે કર્મો, ખરાબ ભાગ્ય, ગ્રહ દોષ વિગેરે વિગેરે… આમછતાં જ્યોતિષશાસ્ત્રમાં કેટલાંક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેનો આધાર લઈને એ પ્રમાણે કરવાથી નસીબનો દરવાજો ખુલી જાય છે તેમ અનુભવે જોવા મળ્યું છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાંક ચમત્કારિક ઉપાય કે જે મંગળવારે કરવાથી થાય છે લાભ જ લાભ….

મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે એ તો સામાન્ય રીતે બધાં જ જાણે છે. આમછતાં આ દિવસે જો ખાસ ટૂચકા કરવામાં આવે તો શુભ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે. બંધ નસીબ પણ ખુલી જાય છે. આર્થિક તંગીથી પણ છૂટકારો મળે છે.

ચમત્કારિક ઉપાયઃ
1.કુબેર કે લક્ષ્મીની મૂર્તિઃ
હિંદુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં વાસ્તુદેવ, કુબેર દેવ અને લક્ષ્મીની મૂર્તિ કે પ્રતિમા હોય છે એ ઘરમાં લોકોને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહિં કરવો પડે.

2. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ- પશ્ચિન દિશામાં પંચમુખી હનુમનજીની મૂર્તિ કે તસવીર લગાવવાથી તેમની પૂજા કરવાથી પણ ધન સંબંધી સમસ્યાઓનો અંત આવી જાય છે.

3. જો કોઈ વ્યક્તિ ઘણાં સમયથી દેવાંમાં ડૂબેલી હોય તો તેણે રોજ કીડીઓને ખાંડ ભેળવેલો લોટ નાંખવો જોઈએ. આમ કરવાથી માનવામાં આવે છે કે દેવું ખતમ થઈ જાય છે. અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વધારો થાય છે.

4. જો કોઈ પ્રકારના ખરાબ સપના કે કોઈ છૂપો ભય લાગતો હોય તો અઢીસો ગ્રામ તેલમાં સવા કિલો અડદની દાળ નાંખીને ભેળવી લો. પછી તેને પિસાવીને એ લોટમાંથી દીવી બનાવો. પછી તેમાં સરસવના તેલ ભરીને દીવો કરો.

5. પછી એ દીવાને ઘરના પૂજા સ્થળમાં હનુમાનજીની સામે કે પછી હનુમાનજીના મંદિરે જઈને તેમની મૂર્તિની સામે પ્રગટાવો. જો શક્ય હોય તો મંગળવારે એક એક દીવો વધારતા જાવ, આમ 11મા મંગળવારે 11 દીવા કરો. આમ કરવાથી પણ મુશ્કેલીઓમાંથી માર્ગ મળે છે.

6. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતાની ઉપાસના સાથે હનુમાનજીની ઉપાસના કરો. દીવા કરો. તેમજ દેવી મંત્રો સાથે હનુમાનજીની પૂજા પણ કરો.

7. દર મંગળવારે શ્રી રામ સ્તોત્ર કરો પછી હનુમાન ચાલીસા કે બજરંગબાણના પાઠ કરો.

8. મંગળવારે હનુમાનજીના મંદિરે તેલ ચઢાવો, પીપળે પાણી રેડો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન