Do this thing on Amavasya night, all problem will go away
  • Home
  • Astrology
  • અમાવસ્યાના દિવસે કરો આટલું, દરેક પરેશાની થઈ જશે છૂ

અમાવસ્યાના દિવસે કરો આટલું, દરેક પરેશાની થઈ જશે છૂ

 | 9:46 pm IST

અમાસનું પણ એક ખાસ મહત્વ છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં સાથે થઈ જાય છે ત્યારે અમાસ આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો સૂર્ય એ આત્માનો કારક છે. જ્યારે ચંદ્ર એ મનનો કારક છે. અમાસના દિવસે આત્મા અને મનના કારકોનું મિલન માનજીવન પર ચોકક્સ પ્રભાવ પાડે છે. અમાસ દિવસે કોઈ પણ કુટેવને પોષતા તેનું જીવન જ નહિં પણ ભાગ્ય પર વિપરિત પરિણામ મળે છે. આ રાત્રિએ આકાશમાં અઁધકાર હોવાથી નકારાત્મક શક્તિઓ પોતાના ચરમ પર હોય છે. તેથી જ કુટેવનો માનવીના જીવન પર દુષ્પ્રભાવ પડે છે. જો સુખી થવું હોય તો અમાસની રાત્રિએ આટલું ન કરશો.

– કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સમી સાંજે કેરાત્રિએ શી ઘીનો દિવો કરો.

– તામસિક વસ્તુઓનું સેવન ના કરો. કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે.

– અમાવસ્યાના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું તેલ મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો. આવું કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે.

– પુરાણો મુજબ અમાવસ્યા તિથિએ દેવ પિતૃ તિથિ ગણાય છે. તેથી આ દિવસે સહશયન ન કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન