Do this regularly till Diwali, no matter how sad you astrology
  • Home
  • Astrology
  • દિવાળી સુધી નિયમિત કરો આ કામ, ગમે તેવું દુ:ખ કેમ ન હોય મળશે છૂટકારો

દિવાળી સુધી નિયમિત કરો આ કામ, ગમે તેવું દુ:ખ કેમ ન હોય મળશે છૂટકારો

 | 11:04 am IST

દિવાળીનો તહેવાર માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો અવસર છે. દેશભરમાં આ તહેવાર ભારે ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રકાશનો આ પર્વ દરેકના જીવનમાંથી દુ:ખ અને સમસ્યાઓને દૂર કરે છે. જો કે આ પર્વ પહેલાના દિવસો પણ એટલા જ ચમત્કારી પરિણામ આપી શકે છે. દિવાળી પહેલા આવતી પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાથી જો કેટલાક કામ કરવામાં આવે તો જીવનના તમામ દુ:ખ માં લક્ષ્મી દૂર કરી દે છે.

આ પણ વાંચો: જે યુવતીની કુંડળીમાં હશે આ યોગ પતિ એવો મળશે જે ઝીલશે પડતાં બોલ

શરદ પૂનમથી દિવાળી સુધી રોજ સૂર્યોદય પહેલા ઊઠી અને સ્નાનાદિ કાર્યોથી પરવારી અને પ્રથમ ભગવાન વિષ્ણુને અને પછી સૂર્યને જળ ચડાવવું. ત્યારપછી દિવ્યાત્માઓને પણ યાદ કરીને તર્પણ કરવું.

સ્નાન પછી સ્વસ્છ કપડાં પહેરવા અને ભગવાન વિષ્ણુની પૂજા ધુપ, દીપ, નિવેદ અને પુષ્પ ચડાવી કરવી. નિયમિત ઘરમાં શ્રીમદભગવત કથા, રામાયણ, શ્રી વિષ્ણુસહસ્ત્ર નામ વગેરે સ્ત્રોતનો પાઠ કરવો. દિવાળી સુધી રોજ અચુક દીપદાન કરવું. જો મંદિરમાં જવું શક્ય ન હોય તો પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો.

દાન કરવા માટે કોઈપણ સમય યોગ્ય જ હોય છે, પરંતુ આ દિવસોમાં કરેલું દાન વિશેષ ફળ આપે છે. શક્તિ પ્રમાણે જરૂરીયાતમંદ લોકોને ધન, વસ્ત્ર, અનાજનું દાન કરવું. જો કે સૌથી ઉત્તમ ફળ કેળા અને આંબળાનું દાન આપે છે.

આ વીડિયો જુઓ: જાણો તુલસીપૂજનથી કેવી રીતે થાય છે વૈકુંઠની પ્રાપ્તિની કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન