- Home
- Fashion & Beauty
- અઠવાડિયામાં માત્ર બે વખત એલોવેરાથી કરો આ ઉપાય, ખીલના ડાઘ થઇ જશે દૂર

અઠવાડિયામાં માત્ર બે વખત એલોવેરાથી કરો આ ઉપાય, ખીલના ડાઘ થઇ જશે દૂર

ત્વચાથી સંબંધિત કેટલીક સમસ્યાઓને એલોવેરાથી દૂર કરી શકાય છે. એલોવેરાનો ઉપયોગ ખાસ કરીને સુંદરતા માટે કરવામાં આવે છે. સ્વાસ્થ્યની સાથે-સાથે એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા માટે પણ કરી શકાય છે. શિયાળામાં ત્વચાની સમસ્યા વધારે હોય છે. જેમ કે સન બર્ન, ત્વચા પર ચકામા પડવા, ઓઇલી સ્કિન, ડાર્ક સ્પોટ તેમજ ડલનેસ જેની સમસ્યા થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એલોવેરા ખૂબ અસરકારક છે. આવો જોઇએ એલોવેરાથી થતા ફાયદા અંગે..
ગોરી અને ચમકીલી ત્વચા
કુદરતી ચમક મેળવવા માટે કેમિકલ યુક્ત ક્રીમ સિવાય તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. જેના માટે તમે એલોવેરા જેલ, નારિયેળ તેલ અને મધ મિક્સ કરીને એક પેક બનાવો અને તેને 20 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. આ પેસ્ટ સૂકાઇ જાય એટલે તેને સાદા પાણીથી ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.
ડાર્ક સ્પોટ
ચહેરા પર પડેલા દાઘ-ધબ્બા દૂર કરવા માટે એલોવેરા બેસ્ટ ઉપાય છે. જેના માટે આ જેલમાં હળદર, દહીં અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. જેના માટે તમે એલોવેરા, હળદર, દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને તેને ચહેરા પર લગાવી લો. આ પેસ્ટને 20-25 મિનિટ લગાવ્યા પછી તેને પાણીથી ધોઇ લો. આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.
ઓઇલી ત્વચા
ઘણી વખત ચહેરા પર વધારે ઓઇલ દેખાવવા લાગે છે. જેનાથી ત્વચા પર ડલનેસ દેખાઇ આવે છે. આ સમસ્યા દૂર કરવા માટે એલોવેરા બેસ્ટ છે. એલોવેરા જેલ, લીંબુનો રસ અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેને ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો અને ત્યાર પછી પાણીથી સાફ કરી લો. આમ કરવાથી ઓઇલી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન