Shiv pujan gives everything in life, it venish debt too
  • Home
  • Astrology
  • શિવનો કરો આ એક મંત્ર, ક્યારેય નહિં થાય દેવું

શિવનો કરો આ એક મંત્ર, ક્યારેય નહિં થાય દેવું

 | 12:47 pm IST

જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિના જીવનની દરેક સમસ્યાના ઉકેલ દર્શાવવામાં આવ્યા છે. જો તમે નાણાંકિય મુશ્કેલીઓનો સામનો કરતાં હોય તો તમારા માટે રામબાણ ઈલાજ શિવજીનો આ મંત્ર છે. તમે કહેશો કે પૈસો તો લક્ષ્મીદેવીની પૂજાથી જ આવે છે. પણ તમે એ જાણી લો કે શિવ એ ભોળાનાથ છે. તેમના આશીર્વાદથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શિવજીની જ વાત કરીએ તો શિવજીના એવા અનેક સ્તોત્રો અને મંત્રો છે કે જે કરવાથી મનધાર્યું પરિણામ મળે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા જીવતા તમારે ક્યારેય સંતાનોના મૃત્યુનું દુઃખ ન જોવું પડે તો વર્ષમાં ઓછામાં ઓછી એક વાર અષ્ટાધ્યાયી રુદ્રી કરો. તમારા સંતાનો દીર્ધાયુષી નિવડશે. જો તમે એમ ઈચ્છતા હોય કે ઘરમાં ધનધાન્ય ભરેલા હોય અને ઘી-દૂધની નદીઓ વહેતી હોય તો રોજ શિવજીનો ઉપમન્યુ સ્તોત્રનું પઠન કરો… જય શંકર પાર્વતી પતે..આ સ્તોત્ર કરવાથી ક્યારેય રોટલે પાણીએ તકલીફ રહેતી નથી. જો તમે એવું  ઈચ્છતા હોય કે તમારે જીવનમાં ક્યારેય દેવું ન થાય અને દેવું થયું તો તે ઝડપથી ચુકવાઈ જાય. તો શિવજો આ મંત્ર પહેલાં એકવાર સવાલાખ જાપ કરીને સિદ્ધ કરી નાંખો અને પછી રોજ ઓછામાં ઓછી એક માળા કરો.

ઋણમુક્તિ મંત્રઃ
“ऊँ ऋणमुक्तेश्वराय नम:”

આ મંત્ર આર્થિક સ્થિતિ સુધારી કરજમાંથી મુક્તિ અપાવવા માટેનો રામબાણ ઉપાય છે.  

ભગવાન શંકર અને હનુમાનજીની પૂજાને કરજ મુક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બંન્ને દેવ ગ્રહ બાધા અને કરજ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. બધી જ મનોકામના પૂર્ણ કરનારા શિવજીની આ રીતે ઉપાસના કરવી જોઈએ. આ ઉપરાંત રોજ પુરુષ સુક્તમ્ કરવાથી પણ લક્ષ્મીની ખોટ નથી રહેતી.

કરજમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ કોઈ શિવ મંદિરમાં જઈ અને શિવલિંગ પર મસૂરની દાળ ચડાવવી અને અહિં આપેલા મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી. મંત્ર જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો. તો છેને શિવ મહાદેવ, એ તમને બધું જ આપી શકે છે. ભક્તિ, શક્તિ, લક્ષ્મી, સંતતિ બસ ભાવ જોઈએ.

આથી જ મહાદેવ કહેવાય છે દેવાધિદેવ. તેમની ભક્તિથી કશે વાતે ખોટ રહેતી નથી. વળી તે કોઈ પણ વચ્ચે ભેદભાવ નથી કરતાં. દેવ- દાનવ અને માનવને સરખાં જ ગણે છે. તેમને તારી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન