worshipping shiv family gives all happiness and trouble goes away quickly
  • Home
  • Astrology
  • આ સરળ છ ઉપાયો કરી દેશે દૂર્ભાગ્યને ચપટી વગાડતા દૂર

આ સરળ છ ઉપાયો કરી દેશે દૂર્ભાગ્યને ચપટી વગાડતા દૂર

 | 1:42 pm IST

હિંદૂ શાસ્ત્રમાં શિવ પરિવાર એ પૂર્ણ સુખી અને સંપન્નતાનું પ્રતિક છે. શિવ પુત્ર ગણપતિ રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. માતા પાર્વતી સુખ-સૌભાગ્ય અને સંપત્તિ અને ઐશ્વર્યનું વરદાન આપે છે. તેમના મોટા પુત્ર કાર્તિકેય ગ્રહદોષમાંથી મુક્તિ આપે છે. જ્યારે શિવતો મહાન દેવ છે. તે સર્વ સુખોના દાતા છે. એટલે જ જે વ્યક્તિ સમસ્ત શિવ પરિવારની નિક્ય પૂજા કરે છે. તેનું દુઃખ ચપટી વગાડતાં જ દૂર થઈ જાય છે.તેમની ભક્તિ જીવનમાં આવેલી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકે છે. અહીં રજૂ કરવામાં આવેલા કેટલાક ઉપાય પણ એવા જ છે જેનાથી શિવ પરિવારની કૃપા પ્રાપ્ત થશે અને દરેક મનોકામના પૂર્ણ થશે.

1. સૌભાગ્ય વૃદ્ધિ માટે
સોમવારે શિવ-પાર્વતીને ખીરનો ભોગ ધરાવવો. મહિલાઓને આ ઉપાયથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
પતિના લાંબા આયુષ્ય માટે તેના જન્મ નક્ષત્રમાં કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ.

2. સુખમય દાંપત્યજીવન માટે
અર્ધનારીશ્વર સ્ત્રોતનો પાઠ કરવાથી છૂ઼ટાછેડા સુધી પહોંચેલી વાત પણ સુધરી જાય છે.
ગૌરી શંકર રૂદ્રાક્ષ ધારણ કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
ઘરમાં શિવ પરિવારની સ્થાપના કરવી. માત્ર ઘરમાં શિવલિંગ ન રાખવું.

3. પતિનો અણગમો દૂર કરવા
કાગળ પર પોતાનુ નામ લખવું, તેને વાળવો અને તેના ઉપર પતિનું નામ લખવું. આ કાગળ શિવમંદિરમાં માતા પાર્વતીના ચરણોમાં ચડાવી દેવો. આ ઉપાયથી પતિનો પ્રેમ મળવા લાગશે.

4. ઘરનું ઘર બનાવવા
કોઈપણ તીર્થસ્થળેથી પથ્થર લાવવા અને જ્યાં મકાન બનાવવું હોય ત્યાં તે પથ્થરથી ઘર બનાવવું.
જ્યારે ઘર ખરીદવાનું હોય ત્યારે છેતરપિંડી ન થાય તે માટે કાર્તિકેય ભગવાનને જલેબીનો પ્રસાદ ધરાવવો.
જો સ્થાયી સંપત્તિમાં વિવાદ ચાલતો હોય તો કાર્તિકેય ભગવાનનો દૂધથી અભિષેક કરવો.

5. કરજમાંથી મુક્તિ માટે
મંગળવારે ઋણ મોચન સ્ત્રોતના પાઠથી કરજમાંથી મુક્તિ મળશે.
ઓમ અંગારકાય નમ: મંત્રનો 108 વાર જાપ કરવો. જાપ માટે લાલ ચંદનની માળાનો ઉપયોગ કરવો.
મંગળવારે ગણપતિજીની પૂજા કરવી.

6. બીમારીમાંથી મુક્તિ માટે
જો પરિવારના કોઈ સભ્ય લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો ઘઉંના લોટમાંથી કોડિયું બનાવી તેમાં તેલ પૂરી પાંચ વાટનો દિવો પ્રગટાવવો. જ્યારે દિવો બુજાય જાય ત્યારે વાટમાં જે તેલ બચે તેને બીમાર વ્યક્તિની છાતિ પર લગાવી દેવું.