Are you in debt, and if it is increased day by day then do this to get rid of it
  • Home
  • Astrology
  • અજમાવો કરજ મુક્તિના રામબાણ ઉપાય, નહિં લેવું પડે ક્યારેય ઉધાર

અજમાવો કરજ મુક્તિના રામબાણ ઉપાય, નહિં લેવું પડે ક્યારેય ઉધાર

 | 3:15 pm IST

આજની દુનિયામાં દેવું કરીને ખરીદવાની ફેશન થઈ ગઈ છે. લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા ધૂમ ખરીદી કરે છે અને પછી વ્યાજ ચુકવતા રહે છે. જો તમે પણ આમાનાં એક હોય તો ચેતી જજો. આ ટેવ તમને એક દિવસ ભારે પડી શકે છે. જો તમે આવા કોઈ ચક્રવ્યુહમાં ફસાઈ ચૂક્યા હોય તો ખાસ વાંચો આ સ્ટોરી, કારણકે એકવાર તેમાં ફસાઈ ગયા પછી તેમાંથી બહાર નિકળવું અતિ મુશ્કેલ થઈ જાય છે. આ ઉપાય તમને તેમાંથી બહાર કાઢી શકશે.

જો કુંડળીમાં છઠ્ઠું સ્થાન દુષિત હોય કે દોષ યુક્ત હોય તો વ્યક્તિને દેવું થાય છે. આવા સંજોગોમાં વ્યક્તિએ પોતાના ગુરુને બળવાન બનાવવો જોઈએ. આમ કરવાથી તેમાં ઘણો જ સુધાર થાય છે. આ સિવાય આ પણ અજમાવો..

1. તમારા ગુરુને બળવાન કરવા માટે જે ચોપડીઓ તમે પાંચ વર્ષ પહેલાં વાંચી હોય તેને ફરીને વાંચીને યાદદાસ્તને તાજી કરો.

2. કોઈ અજવાળિયામાં બુધવારે  ઋણ હર્તા ગણેશજીની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરો તે પછી ગણેશ સ્તોત્ર કે ગણપતિ અથર્વ શિર્ષના પાઠ કરો. આ ઉપાયથી ચોક્કસ કરજમાંથી મુક્તિ મળશે.

3. વાસ્તુદોષ નાશક લીલા રંગના ગણપતિની ઘરમાં સ્થાપના કરો પછી તેની નિયમિત પૂજા કરો. આ ગણપતિને ઘરના મ મુખ્યદ્વારની ઉપર લગાવો તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

4. દરરોજ લાલ મસૂર દાળનું દાન કરો.

5. જો કોઈથી કરજ લેવાનું હોય તો બુધવારના દિવસે લો અને મંગળવારના દિવસે કોઈની પાસેથી ઉધાર ન લેવું કે ન દેવું.

6. જો તમે કર્જથી પરેશાન હોય તો બુધવારે 250ગ્રામથી મુઠ્ઠી વધારે મગ લો, તેને પાણીમાં ઉકાળીને પછી ગોળ -ઘી નાંખીને સારી પેઠે હલાવી નાંખો. બે પાંચ મિનિટ ગેસ પર રાખીને ઉતારી લો. પછી તેને ઠરે એટલે ગાયને ખવડાવો. આમ દરેક બુધવારે કરવું. આમ કરવાથી દેવામાંથી ઝડપથી મુક્તિ મળી જશે.

7. હનુમાનજીના મંદિરે જઈને બજરંગબલી પર તેલ કે સિંદૂર ચઢાવો અને લાલ સિંદૂરનું તિલક કપાળે કરો. હનુમાન ચાલીસા કરો. આમ કરવાથી પણ કરજ મુક્ત થવામાં હનુમાનજીની મદદ મળે છે.

8. શનિદેવને ચાર શનિવાર સુધી સતત પગે લાગવા જાવ, તે પછી નવી નોકરી કે વ્યવસાય વિશે વિચારો, આમ કરવાથી પગારમાં વધારો થશે કે સારા પગારવાળી નોકરી મળશે.