do-this-witty-saying-of-sindoor-all-financial-problems-will-go-away
  • Home
  • Astrology
  • સિંદૂરનો આ ટૂચકો દૂર કરે છે આર્થિક મુશ્કેલી, અજમાવી જુઓ

સિંદૂરનો આ ટૂચકો દૂર કરે છે આર્થિક મુશ્કેલી, અજમાવી જુઓ

 | 10:26 pm IST

 સિંદૂર ગણેશજી અને હનુમાનજીને ચડાવીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. પણ શું તમે જાણો છો કે સિંદૂરનો ટૂચકો આર્થિક મુશ્કેલી દૂર કરવામાં પણ ઉપયોગી છે. તો જાણો એ વિશે એટલું  જ નહિં અજમાવી પણ જુઓ.

– જો જીવનમાંથી સમસ્યાઓ દૂર થવાનું નામ લેતી ન હોય તો ચમેલીના તેલમાં સિંદૂર ઉમેરી અને હનુમાનજીને ચડાવવું. આ ઉપાય પાંચ મંગળવાર અને પાંચ શનિવાર સુધી કરવો જોઈએ. જીવનની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગશે.

– જો ઘરના સભ્યો વારંવાર અપમાન કરતાં હોય તો એક પાનના પત્તા પર ફટકડી અને સિંદૂર રાખી અને બુધવારે સવારે અથવા સાંજે તેને પીપળાના ઝાડ નીચે માટીમાં દબાવી દેવું. આ ઉપાય કરી પરત ફરો ત્યારે પાછળ વળીને ન જોવું.

– વાસ્તુ દોષ દૂર કરવો હોય તો તેલમાં સિંદૂર ઉમેરી અને મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા. આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી વાસ્તુ દોષનો પ્રભાવ ઘટી જાય છે.

– મુખ્ય દરવાજાની ઉપરની તરફ ગણેશજીની પ્રતિમા પધરાવવી, ખાસ ધ્યાન રાખવું કે આ મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ. ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થવા લાગશે.

– આર્થિક તંગી દૂર કરવા એક નાળિયેર પર સિંદૂર લગાવવું અને તેને લાલ વસ્ત્રમાં બાંધી દેવું. આ નાળિયેરને એક કળશ પર રાખી અને મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવી. રોજ તેની પૂજા કરવી ધનની સમસ્યાઓ દૂર થવા લાગશે.

– ગ્રહ દોષના કારણે સમસ્યા રહેતી હોય તો વહેતી નદીમાં સિંદૂર પ્રવાહિત કરી દેવું.

– નોકરી પ્રાપ્ત કરવા માટે શુક્લ પક્ષ ગુરુવારે પીળા વસ્ત્ર પર સિંદૂરથી 63 નંબર લખવો, આ અંક અનામિકા આંગળીથી લખવો, આ વસ્ત્રને લક્ષ્મી મંદિરમાં પધરાવી દેવું. આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવો તુરંત ફાયદો થશે.

-પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ રહેતી હોય તો તેને દૂર કરવા માટે રાત્રે સૂતાં પહેલાં પતિના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્નીના ઓશિકા નીચે કપૂર રાખી દેવું. સવારે ઘરની બહાર ફેંકી દેવું અને કપૂર સળગાવી દેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન