7 ડિસેમ્બર ઝંડા દિવસ: આ કામ કરી દેશની સેનાનું સન્માન કરી જવાનોને કરો મદદ - Sandesh
  • Home
  • Featured
  • 7 ડિસેમ્બર ઝંડા દિવસ: આ કામ કરી દેશની સેનાનું સન્માન કરી જવાનોને કરો મદદ

7 ડિસેમ્બર ઝંડા દિવસ: આ કામ કરી દેશની સેનાનું સન્માન કરી જવાનોને કરો મદદ

 | 6:43 pm IST

ઝંડા દિવસ એટલે કે, દેશની સેના પ્રત્યે સન્માન ઉજાગર કરવાનો દિવસ. આ દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી કરે છે. તે જાબાંજ સૈનિકો પ્રત્યે એક્તા દેખાડવાનો દિવસ, જે દેશ સામે આંખ ઉઠાવીને જોવાવાળા સામે લડીને શહીદ થઇ ગયા.

સેનામાં રહીને જેમણે ન માત્ર બોર્ડરની રક્ષા કરી પરંતુ આતંકવાદી અને ઉગ્રવાદીથી મુકાબલો કરી શાંતિ સ્થાપિત કરવામાં પોતાનો જીવ આપ્યો. સશસ્ત્ર ઝંડા દિવસ પર જાંબાજ સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યે નાગરિક એક્તા પ્રદર્શિત કરવાનો દિવસ છે. માટે દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તેઓ સાત ડિસેમ્બરે સૈનિકોના સન્માન અને તેમના કલ્યાણમાં પોતાનું યોગદાન આપે.

આ દિવસે પૈસા એકત્રિત કરવામાં આવે છે. આ પૈસા લોકોને ધ્વજનું એક સ્ટીકર આપીને એકત્રિત કરવામાં આવે છે. ઘાટા લાલ અને વાદળી રંગના સ્ટીકરથી રાશિ નિર્ધારિત થાય છે. લોકો આ પૈસાને આપી સ્ટિકર ખરીદે છે અને તેને પીન વડે પોતાની છાતી પર લગાવે છે.

આમ તેઓ શહીદ તે હતાહત થયેલા સૈનિકો પ્રત્યે સન્માન પ્રગટ કરે છે. જે પૈસા એકઠા થાય છે, તેને ઝંડા દિવસનાં કોષમાં જમા કરી દેવામાં આવે છે. આ રકમનો ઉપીયોગ યુદ્ધમા શહીદ થયેલા સૈનિકોના પરિવાર અથવા હતાહત થયેલ સૈનિકોના કલ્યાણ તથા પુનર્વાસમાં ખર્ચ કરવામા આવે છે. આ રકમ સૈનિક બોર્ડના માધ્યમથી ખર્ચ કરવામાં આવે છે.

સમગ્ર દેશના નાગરિકોએ ઝંડા દિવસમાં પોતાનું યોગદાન આપવું જોઇએ, જેથી આપણા દેશનો ત્રિરંગો આસમાનની ઉંચાઇઓને આંબતો રહે. સશસ્ત્ર ઝંડા દિવસ દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ભારતની ત્રણે સેનામાં આ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે.

23 ઓગસ્ટ 1947ના રોજ કેન્દ્રીય મંત્રિ મંડળની રક્ષા સમિતિએ યુદ્ધ દિગ્ગજો અને તેમના પરિજનોના કલ્યાણ માટે સાત ડિસેમ્બરે ઝંડા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો.