do-which-month-will-be-lucky-for-your-zodiac-in-2019
  • Home
  • Astrology
  • વર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે ક્યો મહિનો રહેશે શુભ, જાણવું છે તો કરો ક્લિક

વર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે ક્યો મહિનો રહેશે શુભ, જાણવું છે તો કરો ક્લિક

 | 12:38 pm IST

સામાન્ય રીતે નવું વર્ષ નીત નવા સપનાઓ લઈને આવે છે. વ્યક્તિ હૃદયના ઉંડાણમાંથી ઈચ્છે છે કે આ આ વર્ષ સારું આવે. સપનાઓ સાકાર થાય, ભાગ્યની ઉન્નતિ થાય. દેવું ન થાય. પરિવારની સુખાકારી રહે અને પ્રેમ વધે.. દાંપત્યજીવન હર્યુ ભર્યું રહે… પણ પછી દિવસો જાય છે તેમ ખબર રહેતી નથી. સમય ક્યાં વીતી જાય છે. આજે અમે તમને જણાવીશું કે તમારી રાશિ પ્રમાણે વર્ષના ક્યો મહિનો તમારા માટે શુભ રહેશે. જેથી તમે તેનો  પૂરો ફાયદો ઉઠાવી શકો…. તો ખાસ વાંચો આ સ્ટોરી.. વર્ષ દરમિયાન ક્યો સમય છે તમારા માટે શ્રેષ્ઠ.

મેષ(અ,લ,ઈ) : તમારી રાશિ માટે જાન્યુઆરીનો મહિનો સૌથી ખાસ રહેશે, ખાસ કરીને કામકાજના મોરચે તમને સફળતા મળશે. સાથે જ તમારો સંબંધ વધુ મજબૂત થશે.

વૃષભ(બ,વ,ઉ) :આ વર્ષે તમારે છેક ડિસેમ્બર મહિના સુધી રાહ જોવી પડશે. કારણ કે તમારે માટે ડિસેમ્બર મહિનો વધુ ભાગ્યશાળી રહેશે. આ મહિને તમારા આર્થિક પ્રયાસ સફળ થશે, જેથી તમારી પૈસાની સમસ્યાનું સમાધાન થશે. એટલું જ નહીં તમારી મનોકામના પણ પૂરી થઈ શકે છે.

મિથુન(ક,છ,ઘ) :તમારે માટે ઓગસ્ટ મહિનો સૌથી સારો નિવડશે. આ મહિનામાં વધું સારા પરિણામ આપશે. પરિવારમાં સુખ અને શાંતિ જળવાશે, તો સંબંધો સુધરશે. આર્થિક મોરચે સફળતા મળશે.

કર્ક( ડ, હ) :તમારા માટે જો કે માર્ચ પછી થોડી રાહત મળશે. આમછતાં સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સૌથી શુભ રહેશે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે અને સુખમાં વધારો થશે.

સિંહ (મ,ટ) :તમે ફટાફટ આયોજન કરી લો. તમારા માટે સૌથી શુભ નિવડશે ફેબ્રુઆરી. જે જીવનમાં આ મહિનો ખુશીઓ લઈને આવશે. આ સમયે તમને ખૂબ જ સારી તક મળશે, જેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

કન્યા(પ,ઠ,ણ) :તમારા માટે ઓગસ્ટ મહિનો ખાસ રહેશે. આ દરમિયાન તમને આગળ વધવાની તક મળશે, જેને છોડતા નહીં. એટલું જ નહીં આર્થિક સ્થિતિ સુધરતા તમને રાહત અનુભવાશે.

તુલા(ર,ત) :તમારે માટે સૌથી સારો મહિનો એપ્રિલ રહેશે. જે ખુબ ભાગ્યશાળી નિવડશે. તમારી મહેનત રંગ લાવશે અને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. એટલું જ નહીં કપલ્સ માટે આ સમય રોમેન્ટિક રહેશે.

વૃશ્રિક (ન,ય) :તમારા માટે ઓક્ટોબર મહિનો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે.

ધન(ધ,ભ,ફ,ઢ) :તમારી રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો સારો રહેશે. તમારી ખુશીઓમાં વૃદ્ધિ થશે અને આગળ વધવાની તક પ્રાપ્ત થશે.

મકર(ખ,જ) :તમારા માટે માર્ચથી થોડી રાહત જરૂર થવા લાગશે. આમછતાં સપ્ટેમ્બર મહિનો તમારા માટે શુભ રહેશે. તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સફળતા મળશે.

કુંભ( ગ,શ,સ) :જો તમે પ્રેમના મામલે ખાસ નિર્ણય લેવા ઈચ્છતા હોય તો તમારે માટે  નવેમ્બર મહિનો ખાસ રહેશે. જો તમને કોઈ ગમે છે, તો દિલની વાત કહી નાખો, સકારાત્મક જવાબ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો લાભદાયક સાબિત થશે. તમારા કામમાં વૃદ્ધિ થશે.

મીન(દ,ચ,ઝ,થ) :તમારે માટે ડિસેમ્બર મહિનો ભાગ્યશાળી રહેશે. તમારા તમામ કામ સફળ થશે અને જીવનમાં ખુશી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન