do worship of durga bisa yantra in chaitra navratri importance
  • Home
  • Astrology
  • નવરાત્રિમાં કરો આ યંત્રની સ્થાપના, ધન-વૈભવ સાથે મળશે રક્ષા કવચ

નવરાત્રિમાં કરો આ યંત્રની સ્થાપના, ધન-વૈભવ સાથે મળશે રક્ષા કવચ

 | 3:29 pm IST

ચૈત્ર નવરાત્રીનો આવતી કાલથી વિધિસર રીતે પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિમાં માં દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. માં દુર્ગાવી પૂજામાં યંત્ર વિદ્યાનો પ્રયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં મંત્રને દેવી દેવતાઓના આત્મા કહેવામાં આવે છે. યંત્રને શરીર. નવરાત્રિમાં માની આરાધના કરી શક્તિ મેળવવાનો અનોખો અવસર છે. જે ઘરમાં આ યંત્રની સ્થાપના કરવામાં આવે તે ઘરમાં રક્ષા કવચ માતા સાક્ષાત સ્વરૂપે આવી કરી જાય છે. આઓ જાણીએ નવરાત્રિમાં કઇ રીતે દુર્ગા વીસા યંત્રની સ્થાપના કરવી જોઈએ.

સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ

દુર્ગા વીસા યંત્રોને વિભિન્ન પ્રકારોમાં વિખ્યાત અને પ્રભાવશાળી માનવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા બીસા યંત્રની સિદ્ઘિ પછી માણસ સમસ્ત પ્રકારનો ધન-વૈભવ, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો. સાથે અનેક પ્રકારના કષ્ટ અને રોગોથી દૂર રાખે છે.

શક્તિઓનો ભંડાર છે દુર્ગા બીસા યંત્ર
દુર્ગા સપ્તશતી અધ્યાય 4 શ્લોક 17 અનુસાર દુર્ગા બીસા યંત્રને સિદ્ધ કરી પ્રતિ દિન પૂજા તેમની રક્ષા કરવામાં આવે છે. આ યંત્ર શક્તિ પુંજ કહેવામાં આવે છે. આ શક્તિઓનો ભંડાર છે. આ યંત્રમાં દેવી ભવાનીની રક્ષા મંત્ર ૐ દુમ દુમ દુર્ગાયે નમ: લખ્યુ છે. નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. તમે કલમ અને અષ્ટ ગંધ ભેળવી શાહી બનાવી ભોજપત્ર પર ચિત્ર બનાવી શકો છો.

આ વીડિયો જુઓ: ભજન રૂપી આરાધના થકી દિવસને બનાવીએ ભક્તિમય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન