- Home
- Fashion & Beauty
- શું તમે પણ વારંવાર વાળ ધોયા કરો છો ?, ઉનાળામાં ખાસ રાખો આટલું ધ્યાન

શું તમે પણ વારંવાર વાળ ધોયા કરો છો ?, ઉનાળામાં ખાસ રાખો આટલું ધ્યાન

ઉનાળામાં માથાના ભાગે પરસેવો થવાથી વાળ ખરાબ થઈ જાય છે. વાળના છેડા ફાટી જાય છે. જ્યારે વાળના છેડેથી બે ભાગ થઈ ગયા હોય ત્યારે તેને બે મોઢાવાળા વાળ કહે છે. વાળ બે મોઢાવાળા થઈ જાય ત્યારે વાળ નીચેથી નિસ્તેજ અને બરછટ થઈ જાય છે. મોટા ભાગની મહિલાઓને આ સમસ્યા રહે છે. અને વાળ બે મોઢાવાળા થઈ જાય ત્યારે વાળ વધવાનું પણ બંધ થઈ જાય છે. જોકે તેનાથી છુટકારો મેળવવાના ઘણા ઉપાય છે. પણ આ બે મોઢાળા વાળ કેમ થાય છે તે વિશે પહેલાં જાણી લઈએ.
બે મોઢાવાળા વાળ થવાનાં કારણ
કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ
કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ પર તેની માઠી અસર પડે છે. તેનાથી વાળ બરછટ બની જાય છે અને બે મોઢાવાળા બની જાય છે. આ કારણે જ્યારે પણ તમે વાળમાં કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરો ત્યારે તે વસ્તુ જરૂર ચકાશો કે તે પ્રોડક્ટમાં કયાં કયાં કેમિકલનો ઉપયોગ થયો છે.
વધારે વખત વાળ ધોવા
વાળને વધારે વાર ધોવાથી પણ આ સમસ્યા ઉદ્ભવે છે. વાળને વધારે વાર ધોવાથી વાળ શુષ્ક થઈ જાય છે અને તેનું મોઈશ્ચરાઈઝર જતું રહે છે. આ કારણે અઠવાડિયામાં વધારેમાં વધારે બે વખત વાળને ધોવા જોઈએ. તેનાથી બે મોઢાવાળા વાળ થવાની સમસ્યા થશે નહીં.
વાળમાં તેલ ન લગાવવું
વાળમાં તેલ લગાવવું ઘણું જરૂરી છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળની ચમક જળવાઈ રહે છે. જો વાળમાં તેલ લગાવવામાં ન આવે તો વાળમાં શુષ્કતા આવી જાય છે અને તેના કારણે વાળ બે મોઢાવાળા બની જાય છે.
અવનવાં શેમ્પૂનો ઉપયોગ
દર વખતે અલગઅલગ શેમ્પૂનો ઉપયોગ કરવાથી પણ વાળમાં તેની ખરાબ અસર પડે છે. દર વખતે શેમ્પૂ બદલતા રહેવાથી વાળ તૂટવા લાગે છે અને બે મોઢાવાળા બને છે.
આ વીડિયો જુઓ: નેચરોપેથી રામબાણ ઈલાજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન