do you even make these mistakes while making food
  • Home
  • Featured
  • જમવાનું બનાવતી વખતે આ ભૂલો ન કરશો, પોષક તત્વોનો થશે નાશ, જાણો સાચી પદ્ધતિ

જમવાનું બનાવતી વખતે આ ભૂલો ન કરશો, પોષક તત્વોનો થશે નાશ, જાણો સાચી પદ્ધતિ

 | 3:03 pm IST

શાકભાજી બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે કે તેમાં પોષક તત્વો જે રહેલા હોય છે તેનો નાશ ન થાય. પોષક તત્વોને જાળવી રાખવા માટે ભોજનને કેવી રીતે પકાવવામાં આવે છે તે ખુબજ જરૂરી છે. શાકભાજીમાં રહેલા તમામ પોષક તત્વોને જાળવી રાખવા માટે તેને કાપો છો ત્યારથી લઈને ભોજન બનાવો ત્યાં સુધી સાચી પદ્ધતિ અપનાવવી જોઈએ. જેથી તેમાં રહેલા પોષક તત્વો નાશ ન પામે.

કેટલાક લોકો શાકભાજીને ખુબજ જીણું સમારે છે તેનાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. શાકભાજી કાપતાં પહેલા શાકભાજીને ધોઈ લો. હંમેશા શાકભાજીને કાપો તે પહેલા તેને સરખી રીતે ધોઈ લો. આવુ કરવાથી શાકભાજીમાં રહેલા વિટામિન અને મિનરલ નાશ પામે છે. શાકભાજી બનાવતી વખતે તેને પહેલા પાણીમાં બોળી રાખો જેથી શાકભાજીની ઉપર રહેલા બારીક જીવાણુ માટી સાફ થઈ જાય.

લાંબા સમય સુધી ન પકાવો શાકભાજી

ખાવાનું આપણે ગમે તેટલુ સાવધાની પૂર્વક બનાવીએ પણ જો તે વધારે સમય પકાવવામાં આવે તો તેમાં રહેલ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

જરૂર પ્રમાણે નાખો પાણી

કેટલીક વાર શાકભાજીમાં માપ વગર વધારે પાણી નાંખી દેવામાં આવે છે. અને પકાવતી વખતે વધારે સમય ગેસ પર રાખવામાં આવે છે આનાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે.

મસાલાઓ ઓછા કરો

મોટા ભાગે આપણે સ્વાદને વધારવા માટે અને તેના દેખાવને સારો બનાવવા માટે વધારે પ્રમાણમાં મસાલાઓ નાખવામાં આવે છે. આ મસાલાઓ સમય જતા તમને નુકસાન કરે છે. ખાસ કરીને લાલ મરચાને વધારે વાપરવાથી પોષક તત્વો ઓછા થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન