The only 10 items you need in your wardrobe Fashion tips
  • Home
  • Fashion & Beauty
  • તમારા વોર્ડરોબમાં સમાવેશ કરો આ જીન્સ, ખુબજ સ્ટાઈલીશ લાગશો

તમારા વોર્ડરોબમાં સમાવેશ કરો આ જીન્સ, ખુબજ સ્ટાઈલીશ લાગશો

 | 10:02 am IST

સ્ટાઈલિશ અને ફેશનેબલ દેખાવું કોને ન ગમે? ટ્રેન્ડ અને ફેશનની સારી જાણકારી હોય તો તમે બધાથી હટકે દેખાઈ શકો છો. દરેક પ્રકારના આઉટફિટ વોર્ડરોબમાં એટલા જ જરૂરી છે જેટલું રસોડામાં રાશન. પણ જરૂરી નથી કે તમારી પાસે દરેક પ્રકારના આઉટફીટ હોય. કેટલાકને વેસ્ટર્ન કપડા ખુબજ ગમે તો કેટલાકને ટ્રેડિશનલ કપડાનો શોખ હોય. તમે તમને ગમતા કપડા તમારા કબાટમાં રાખી તેને પહેરીને સ્ટાઈલીશ બની શકો છો.

કેટલીક મહિલાઓને ઓફીસમાં સતત કામ રહેતુ હોય છે તો કેટલીક મહિલાઓને બહાર ફરવાનું હોય છે તમે કેવુ કામ કરો છો તેના પરથી તેમજ તમારા આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને કપડાની પસંદગી કરો. દરેકની સાઈઝ અલગ હોવાની તમને પહેરવાથી જે સારૂ લાગે તે જ પહેરો સીધી કોઈની કોપી ન મારશો નહીતો સારા લાગવાના બદલે તમે વધારે ખરાબ દેખાશો અને ક્યારેક તો કોઈના હસી પાત્ર પણ બની જશો.

આજે અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ ટ્રેન્ડમાં રહેલ અને ક્યારેય ન જાય તેવી જીન્સની ફેશન અંગે વાત કરીશું તમે તમારા વોર્ડરોબમાં આ પ્રકારના જીન્સ લાવીને રાખી દો સમય સમય પર પહેરો તમે ખુબજ આકર્ષક અને સ્ટાઈલીશ લાગશો.

ફ્લેયર એન્કલ સ્કિની જીન્સ


આજકાલ માર્કેટમાં આ પ્રકારનું જીન્સ ધૂમ મચાવે છે તમે આ જીન્સની સાથે શર્ટ ટોપની સાથે સ્ટાઈલ કરી શકો છો. આ તમને કમ્ફર્ટની સાથે સ્ટાઈલીશ બનાવશે.

જેમી ફ્લેયર લેગ જીન્સ


તમે આ જીન્સ બૂટ્સ કે મોજડી કે સેન્ડલ સાથે ટીમઅપ કરી શકો છો. આની સાથે કોઈ પણ શોર્ટ શર્ટ કે ટોપ સુંદર લાગશે.

પ્લેબેક સ્ટ્રેટ લેગ જીન્સ


આ જીન્સ તમને કુલ લાગશે. આની સાથે તમે ઓફ શોલ્ડર કે ક્રોપ ટોપ પહેરશો તો ખુબજ સ્ટાઈલિશ લાગશો.

સ્લિમ વાઈડ લેગ


આ એવરગ્રીન જીન્સ છે જે દરેક ટોપ, કુર્તા કે શર્ટ સાથે સુંદર લાગશે.

બોન્બશેલ સ્કિની જીન્સ


આની સાથે તમે ટી-શર્ટ કે ક્રોપ ટોપ ટ્રાઈ કરી શકો છો. સ્લિટવાળી કુર્તી આની સાથે ટીમઅપ કરી શકો છો.

આ Video જુઓ: ઝીરો સાઈઝ છે આકર્ષક પણ સાઈડઈફેક્ટ્સ છે હાનિકારક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન