હાર્દિક પટેલની સેક્સ સીડી બહાર પાડનારો અશ્વિન સાકડસરીયા છે રાજકોટનો સોની, જાણો તેની ખાસ વાતો - Sandesh
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલની સેક્સ સીડી બહાર પાડનારો અશ્વિન સાકડસરીયા છે રાજકોટનો સોની, જાણો તેની ખાસ વાતો

હાર્દિક પટેલની સેક્સ સીડી બહાર પાડનારો અશ્વિન સાકડસરીયા છે રાજકોટનો સોની, જાણો તેની ખાસ વાતો

 | 3:41 pm IST

હાર્દિક પટેલને ખુલ્લો પડકાર ફેંકનારા તેમજ તેની સેક્સ સીડી બહાર પાડનારા વ્યક્તિને તમે કદાચ નહિં ઓળખતા હોય. એ છે રાજકોટનો સોની પરિવારનો પુત્ર અશ્વિન સાકડસેરિયા.

ભાજપ સરકાર સામે પાટીદારો વચ્ચે અનામતના મુદ્દે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે અશ્વિન સાકટસેરિયાએ હાર્દિકની કથિત સીડીઓ બહાર પાડીને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

કહેવાય છે કે અશ્વિન સાકડશેરીયા મૂળ રાજકોટનો સોની છે. અને હાલમાં દિલ્હીમાં રહે છે. અશ્વિને તેના ફેસબુક પર હાર્દિકની વિરુદ્ધમાં અપશબ્દો વારંવાર લખ્યા છે. પોતાની ખરાબ ભાષામાં વિડિયો પણ મૂકેલા છે.

અશ્વિન ભાજપના ટોચના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જેવા કેટલાંક મોટા નેતાઓ સાથે ભાગીદારીમાં ધંધો કરતો હોવાની વાત છે. ભાજપના કેટલાય નેતાઓ સાથેના તેના ફોટા પણ વાઇરલ થયા છે. ભાજપના ઈશારે જ તેણે હાર્દિકનો વીડિયો વાયરલ કર્યો છે, તેમ કહેવામાં આવી રહ્યું છે.

આ સીડી બહાર પડી એ પછી અશ્વિન સાકડશેરીયા નામના યુવાને અમદાવાદમાં પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલ સામે ગંદા આક્ષેપો કર્યા હતા. અશ્વિને એવો દાવો પણ કર્યો કે, હાર્દિક પટેલે લગ્ન કરી લીધાં છે અને તે પોતાની કહેવાતી પત્નિ સાથે મસૂરી હનીમૂન કરવા ગયો હતો તેવો દાવો પણ અગાઉ અશ્વિને કર્યો હતો.

અશ્વિન સાકડસરીયા થોડાં દિવસથી ફેસબુક પર એક્ટિવ છે. અને હાર્દિક પટેલ વિશે અપશબ્દો બોલતો જોવા મળે છે.હાર્દિક પટેલે કહ્યું છે કે અશ્વિન હાલમાં દિલ્હીમાં રહે છે અને તાજેતરમાં ભાજપમાં જોડાયો હતો. દરમિયાનમાં સોશિયલ મીડિયામાં અશ્વિન અંગેના જાતજાતનાં મેસેજ ફરતા થઈ ગયા છે. અશ્વિન સાકડશેરીયા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે ને તેમનાં નાણાંનો વહીવટ કરે છે તેવી વાતો પણ વહેતી થઈ છે.