Increase the threshold exemption to Rs.40 lakh
  • Home
  • Business
  • શું તમે જાણો છો આ વસ્તુઓ પર નથી લાગતો GST

શું તમે જાણો છો આ વસ્તુઓ પર નથી લાગતો GST

 | 5:07 pm IST

GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GSTમાં હાલ 4 ટેક્સ સ્લેબ છે. 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. આજે અમે તમને જણાવીશું જીરો ટેક્સ સ્લેમમાં કઈ ચીજ વસ્તુઓ આવે છે. ૩જી ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભામાં 122મું બંધારણીય બિલ લગભગ સર્વાનુમતે પસાર થયું હોવાથી 1લી જુલાઈ, 2017થી ભારતમાં GST (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શરૂ કરવાનો માર્ગ મોકળો થયો તે દિવસ ભારતીય કર પ્રણાલીના ઈતિહાસમાં લાલ અક્ષરે લખાશે. ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલમાં છેલ્લા એક દાયકામાં ઘણા બધા ફેરફાર થયા છે

દૂધ, દહી, પનીર તથા રોજ ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓને GSTના દાયરાથી બહાર રાખવામાં આવી છે. જે ચીન વસ્તુઓ GSTના દાયરાથી બહાર છે. તેમાં બટર મિલ્ક, શાકભાજી, ફળ, બ્રેડ, અનપેક્ડ ફૂડગ્રેન્સ, ગોળ, દૂધ, ઈંડા, દહી, લસ્સી, અનપેક્ડ પનીર, અનબ્રાંડેડ લોટ, અનબ્રાંડેડ મેંદો, અનબ્રાંડેડ બેસન, પ્રસાદ, કાજલ, સાવરણી અને મીઠું સામેલ છે. આ સિવાય ફ્રેશ માંસ, ફિશ, ચિકન પર પણ GST નથી.

બાળકોના કામ કરવાની ચીજવસ્તુઓ ન્યૂઝ પેપર – બાળકોની ડ્રોઈંગ અને કલરિંગ બુક્સ અને એજ્યુકેશન સર્વિસિસ પર પણ GST નથી. આ સિવાય માટીની મુર્તીઓ, ન્યૂઝ પેપર, ખાદી સ્ટોરમાંથી ખાદીના કપડા ખરીદવા પર પણ કોઈ ટેક્સ નથી.

હેલ્થ સર્વિસિઝ – સરકારે હેલ્થ સર્વિસિઝને પણ જીરો ટકા GSTના દાયરામાં રાખ્યા છે. સેનેટરી નેપકિન, સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પત્તા, લાકડીથી બનેલી મૂર્તીઓ અને હેન્ડીક્રાફ્ટ પણ જીરો ટકા GST છે.

GST કાઉન્સિલની 31મી બેઠકમાં ફ્રોઝન શાકભાજી પર ટેક્સ હટાવી લેવામાં આવ્યો હતો. આ પ્રોડક્ટ હવે જીરો ટેક્સના દાયરામાં આવી ગઈ છે.સંગીત સાથે જોડાયેલા પુસ્તકો પણ GSTના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.