do-you-know-how-you-gain-weight-during-periods
  • Home
  • Health & Fitness
  • OMG પીરિયડ્સમાં વધી જાય છે વજન, જાણો કેમ

OMG પીરિયડ્સમાં વધી જાય છે વજન, જાણો કેમ

 | 11:27 am IST

શું તમે ક્યારેય અનુભવ્યુ છે કે સામાન્ય દિવસોની સરખામણીમાં પીરિયડ્સમાં હો ત્યારે તે જ જીન્સ કે કપડા થોડા ફીટ થાય છે. અથવા સામાન્ય દિવસો કરતા થોડા ભારે થયા હો તેવી અનુભુતી થાય છે. આ કોઈ ભ્રમ નથી પણ નરી વાસ્તવીક્તા છે કે પીરિયડ્સમાં થોડો વજન વધી જાય છે. આખરે એવુ શુ છે કારણ આજે તમને બતાવીશુ.

જેમ જેમ તમારો પીરિયડ્સ નજીક આવે છે તેમ તેમ તમે અનુભવ્યુ જ હસે કે તમારુ પેટ થોડુ ફુલવા લાગે છે. સામાન્ય દિવસોમાં બ્રેસ્ટની સાઈઝમાં થોડો વધારો થાય છે.પીરિયડ્સમાં પ્રમુખ ફીમેલ સેક્સ હોર્મોન એસ્ટ્રોજનનો વધારો થાય છે. જેનાથી શરીરમાં ચરબી જમા થાય છે. જો તમને તમારો વજન થોડો વધુ લાગે તો આ કોઈ ચીંતાની વાત નથી સામાન્ય વાત છે. હોર્મોન્સમાં થતા ફેરફાર પીરિયડ્સમાં અસર કરે છે. ફક્ત શરીર જ નહી મન પર પણ તેની અસર જોવા મળે છે. પીરિયડ્સમાં વજન વધે છે તો સાથે સાથે પીરિયડ્સ પૂર્ણ થતા વજન ફરી નિયંત્રણમાં આવી જાય છે.

ચિપ્સથી લઈને ચોકલેટ સુધી દુનિયાભરના તમામ જંકફૂડ ખાવાની અસીમ ઈચ્છાઓ ગંભીર પરિણામ લાવી શકે છે. પીરિયડ્સના સમયે દિવસ ભર તમે ખાતા રહો છો આનાથી પણ શરીરમાં વધારાની ચરબી જમા થાય છે. વિશેષજ્ઞો અને ડૉક્યરોની સલાહ અનુસાર પીરિયડ્સમાં હો ત્યારે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આનહેલ્થી ખાવાથી શરીર પર ખરાબ અસર થશે અને તબિયત લથડશે તે બીજા નંબર પર.

પીરિયડ્સમાં ઘણીવાર અસહ્ય દર્દ થાય છે જેના લીધે તમે આરામ કરવાનું પસંદ કરો છો. તમારો મૂડ પણ સતત સ્વીંગ થયા કરે છે. આથી તમે વર્કઆઉટ કરવાનું છોડી દો છો અથવા આળસ કરો છો કે હવે સુતા રહેવુ છે. જો તમે એક્સરસાઈઝ કરશો તો શરીરમાં સ્ફુર્તીતો રહેશે જ સાથે સાથે વજન પર પણ નિયંત્રણ રહેશે. પીરિયડ્સમાં થતા દર્દમાં પણ રાહત રહેશે.ચા કોફી જેવા તરલ પદાર્થોનું સેવન ઓછુ કરો.