Isha ambani and shloka mehta are college friends see their bonding
  • Home
  • Featured
  • Photos: ઇશા અંબાણી-શ્લોકા મહેતા કોલેજકાળની બે બેનપણીઓ જે હવે થઈ જશે નણંદ ભોજાઈ

Photos: ઇશા અંબાણી-શ્લોકા મહેતા કોલેજકાળની બે બેનપણીઓ જે હવે થઈ જશે નણંદ ભોજાઈ

 | 5:51 pm IST

9 માર્ચે હીરા વેપારી અરૂણ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાના લગ્ન થઈ રહ્યા છે. દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. અને અંબાણી પરિવારની ત્રીજી પેઢીની પુત્રવધુ થવા જઈ રહી છે. આકાશ-શ્લોકાના લગ્નનો જશ્ન શરૂ થઈ ચુક્યો છે. આકાશ અને શ્લોકા કોલેજના સમયથી એક બીજાને બહુ સારી રીતે ઓળખે છે. શું તમે જાણો છો ઈશા સાથે શ્લોકાનો એક ખાસ સંબંધ છે.

શ્લોકા અને ઈશા કોલેજકાળથી એકબીજાની બેનપણીઓ છે. જે હવે થોડા દિવસમાં જ નણંદ ભોજાઈના સબંધથી બંધાઈ જશે. બંને વચ્ચે ખુબજ સારૂ બોન્ડીંગ છે કોલેજના સમયથી સાથે હોવાથી એકબીજાની ખુબજ નજીક છે આ બેનપણીઓ. સોશિયલ મીડિયા પર આ બંને પોતાના ફોટાઓ શેર કરતી રહે છે. શ્લોકા અને ઈશા કેટલાય પ્રસંગોમાં એકબીજા સાથે જોવા મળી રહી છે. ઈસ્ટા ફેનક્લબમાં તેમની કોલેજના સમયની જૂની તસ્વીરો છે.

કોલેજના દોસ્તો સાથે સ્ટડી ટૂર પર શ્લોકા અને ઈશા સાથે ગયા હતા એ સમયે બંને વચ્ચે નણંદ ભોજાઈનો સંબંધ વ હતો ત્યારે તો બંને એક બીજાની અંતરંગ સહેલી હતી. કહેવામા આવી રહ્યુ છે કે આકાશ અને શ્લોકાની પ્રેમ કહાની પણ કોલેજ કાળથી જ શરૂ થઈ હતી.

ગયા વર્ષે જ્યારે ઈશા અંબાણીના લગ્ન થયા ત્યારે ખાસ આ અવસરે અને તમામ રસ્મો રિવાજ વખતે ઈશાની સાથે જ રહી હતી શ્લોકા. પ્રી વેડીંગ પાર્ટીઓમાં પણ બંને બેનપણીઓ સાથે જ જોવા મળી હતી.

શ્લોકા અને આકાશના લગ્ન માટે હાલ એન્ટાલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. 9 માર્ચે આ બંને પરિણય સૂત્રથી સાત ફેરાઓ લેશે અને હંમેશા માટે અકબીજાના થઈ જશે. આ બંનેના લગ્નનુ ફંક્શન 3 દિવસ સુધી ચાલશે. કપલની ગ્રાન્ડ વેડિંગ મુંબઈ સ્થિત જિયો સેન્ટરમાં યોજાશે. 9 માર્ચ બાદ 11 માર્ચે રિસેપ્શન પાર્ટીનું આયોજન થશે. લગ્ન અને રિસેપ્શનમાં બોલીવુડ, રમત ક્ષેત્રે જોડાયેલા લોકો, રાજનીતિ સાથે જોડાયેલી હસ્તીઓ ઉમટી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન