do-you-know-luck-and-skin-has-relativity-know-what-if-have-soft-skin
  • Home
  • Astrology
  • ત્વચાને પણ છે ભાગ્ય સાથે સંબંધ, જાણો નમણાશ કે સુંવાળી ત્વચા કેવી નિવડે

ત્વચાને પણ છે ભાગ્ય સાથે સંબંધ, જાણો નમણાશ કે સુંવાળી ત્વચા કેવી નિવડે

 | 2:57 pm IST

માનવીની ત્વચાએ માનવીના મગજનું પ્રતિબિંબ છે. મગજ પરનો બોજ વ્યક્તિની ત્વચા પર દેખાય છે. હાથની ત્વચા પરથી તમે વ્યક્તિના જીવન વિશે અંદાજ કાઢી શકો છો. જો વ્યક્તિના હાથની ત્વચાની કુમાશ કે  નમણાંશ ધરાવતી વ્યક્તિ જીવનમાં બધું જ સરળતાથી મેળવી શકે છે.  ત્વચાની કુમાશ વ્યક્તિ પોતાના હાથના પાછળના ભાગથી સારી રીતે શકે છે.

હાથની ત્વચા જેમ સુંવાળી તેમ તેનામાં સદ્ગુણ, સૌંદર્ય, કળા અને વિલાસની સમૃદ્ધિ વધારે. આવી ત્વચાવાળો માણસ વિવેકી, ડાહ્યો ને નમ્ર તથા ઉદાર દિલનો અને માયાળુ સ્વભાવનો થાય છે. તેવી રીતે હાથની ત્વચા જેમ બરછટ તેમ મનુષ્યની પ્રગતિ ઓછી. સુંવાળી ત્વચા મનુષ્યના સદ્ગુણની વૃદ્ધિ કરે છે; ત્યારે બરછટ ત્વચા મનુષ્યના દુર્ગુણની વૃદ્ધિ કરે છે.

ત્વચાનો ત્રીજો પ્રકાર છે સ્થિતિસ્થાપક. આ પ્રકારની ત્વચા મધ્યમ હોય છે. તે ત્વચા બહુ કુમળી કે સુંવાળી પણ હોતી નથી તેમજ બહુ બરછટ પણ હોતી નથી. વ્યાપારી, વકીલ, ડોક્ટર, વૈદ્યના હાથની ત્વચા ઘણી ખરી આવી હોય છે. તે મનુષ્યના સદ્ગુણ-દુર્ગુણનું સમતોલપણું જાળવી તેના ઉપર અધિષ્ઠાન ભોગવે છે.

કેટલાંક લોકોના હાથની આંગળીઓના ટેરવા પર માંસની નાની સરખી ગાદી હોય છે. આ ગાદીઓવાળા મનુષ્યો આસપાસના સંજોગો અને વાતાવરણથી ગભરાઈ જાય છે. માનભંગ કે અપમાનિત વૃત્તિથી ડઘાઈ જાય છે. લાગણીપ્રધાન ગાદીઓ તેના માયાળું સ્વભાવનું દિગ્દર્શન કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન