ગીર વિસ્તાર બહાર છાશવારે જોવા મળતાં સિંહ પાછળનું કારણ જાણીને થઈ જશો અવાક - Sandesh
NIFTY 10,992.95 -25.95  |  SENSEX 36,502.70 +-38.93  |  USD 68.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગીર વિસ્તાર બહાર છાશવારે જોવા મળતાં સિંહ પાછળનું કારણ જાણીને થઈ જશો અવાક

ગીર વિસ્તાર બહાર છાશવારે જોવા મળતાં સિંહ પાછળનું કારણ જાણીને થઈ જશો અવાક

 | 5:52 pm IST

ગીર વિસ્તારની આસપાસ જોવા મળતી સિંહોની લટાર પાછળ એક એવું કારણ હોવાનું સંદેશ ન્યૂઝના અહેવાલમાં જાણવા મળ્યું છે કે જે જાણીને તમે પણ અવાક થઈ જશો. ગીર વિસ્તારમાં સિંહોના ગેરકાયદે દર્શનનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. અને આ વિસ્તારમાં સિંહો ધામા નાંખીને પડ્યા રહે છે. તેની પાછળ રોજ રાત્રીએ સિંહોને મારણ આપીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાતું હોવાનું જાણવા મળ્યું છે.

સંદેશ ન્યૂઝ દ્વારા જસાધાર રેન્જના આરએફઓ પડીયા સાહેબ સાથે કરેલી ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે અમોદ્રાના ખારા વિસ્તારમાં બે જંગલ ખાતાના ગાર્ડ મુકવામાં આવ્યા છે, તો પણ રોજ રાત્રીના સિંહોને મારણ આપીને ગેરકાયદે સિંહ દર્શન થાય છે. પછી આવા સિંહ દર્શનનો વીડિયો વાયરલ થતો રહે છે.

આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે આ દૂષણને કારણે વિસ્તારમાંથી નીલગાય, જંગલી ભૂંડ, જેવા પ્રાણી પલાયન થઈ ગયા છે. જેને કારણણે વાવેતરમાં થતું નુકસાન બંધ થઈ ગયું છે, તેમ છતાં ખેતરે જતાં આવતાં, સવાર-સાંજ ભયનો માહોલ જોવા મળે છે. કેમ કે સિંહ રહેણાંક વિસ્તારના 5 કિમિના વિસ્તારમાંજ ફરતા રહે છે. જેથી માલધન પર હુમલાનો ભય રહે છે.

હાલ અમોદ્રા ગામના ખારામા સાસણની જેમ સિંહ દશઁન માટે આસપાસના લોકોના ટોળા ઉમટે છે. ગીર અભયારણ નજીક આવેલા ઉનાના અમોદ્રા ગામમાં સિંહોએ છેલ્લા મહિનાથી સિંહ પરિવારના ધામા નાંખીને પડ્યા છે. ગતરાત્રિએ શિકારની શોધની નિકળી પડેલા સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યા હતા. રહેણાંક વિસ્તારમાં સિંહ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ સિંહોની લટારને સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. જુઓ વીડિયો