sun can be made powerful by this surya stotra, if not know about mantra read this story
  • Home
  • Astrology
  • સૂર્ય મંત્રોના જાપ તમને આપશે આ ફાયદા, શરૂ કરી દો રવિવારથી

સૂર્ય મંત્રોના જાપ તમને આપશે આ ફાયદા, શરૂ કરી દો રવિવારથી

 | 7:24 pm IST

સૂર્યનારાયણ જેટલાં શક્તિશાળી તેટલું જ પૃથ્વીનું આયુષ્ય વધારે. જો કે આ સાક્ષાત દેવની નિત્ય ઉપાસના તમારા આયુષ્યમાં પણ વધારો કરે છે. સૂર્યના કેટલાંક મંત્રો અમોઘ છે. તેનું ચોક્કસ ફળ મળે છે. ગાયત્રી મંત્ર થકી સૂર્ય ઉપાસનાથી સૂર્ય બળવાન થાય છે અને વ્યક્તિને સ્વાસ્થ્યનો પણ લાભ મળે છે. સૂર્ય ઉપાસનાથી માનસિક શાંતિ મળે છે. સાથોસાથ આંતરિક શક્તિ પણ વધે છે. આજે અમે તમને કેટલાંક એવા સૂર્ય મંત્રો વિશે જણાવીશું કે જેની પૂજા કરવાથી તમને અનેક લાભ થશે.

ગ્ર્ંથો અનુસાર સૂર્યને યશના કારક માનવામાં આવે છે, જેની પૂજાથી માન-સન્માનમાં વધારો થાય છે. રવિવારથી સૂર્યમંત્રોનું જાપ ખૂબ જ લાભદાયી ગણાય છે. નીચે આપેલા મંત્રોનું પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું.

આ છે સૂર્યના લાભદાયી મંત્રો

1. સૂર્ય વેદિક મંત્ર – ॐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યણ્ચ. હિરણ્યયેન સવિતા રથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન.

2. સૂર્યનું પૌરાણિક મંત્ર – જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ. તમોઅરિં સર્વપાપઘ્રં પ્રણતોડ્સ્મિ દિવાકરમ્

3. સૂર્ય માટે તાંત્રોક્ત મંત્ર – ॐ ઘૃણિ: સૂર્યાદિત્યોમ, ॐ ઘૃણિ: સૂર્ય આદિત્ય શ્રી, ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય: નમ:, ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:

4. સૂર્ય નામ મંત્ર – ॐ ઘૃણિ: સૂર્યાય નમ:

હ્રદયરોગ, આંખની તકલીફ તેમજ પીળીયો તથા કુષ્ઠ રોગ તેમજ સમસ્ત અસાધ્ય રોગોને નષ્ટ કરવા માટે સૂર્ય દેવના આ મંત્રનું જાપ કરવું જોઈએ.

5. ॐ હ્રં હીં સ: સૂર્યાય નમ:

6. સૂર્ય ગાયત્રી મંત્ર – ॐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય: પ્રચોદયાત

આ મંત્રોની રોજ એક માળા ઓછામાં ઓછી કરવી જોઈએ. રોજ સૂર્ય ભગવાનને જળ ચઢાવતા ચઢાવતા પણ આ મંત્રોનો જાપ કરી શકાય. જો તમે સૂર્યના સ્તોત્ર કરવા ઈચ્છતા હોય તો આદિત્ય હૃદય સ્તોત્ર, સૂર્ય સ્તોત્ર કે સુક્તમ્ નો પાઠ કરી શકો છો.