Do you know the difference between green and black cardamom?
  • Home
  • Featured
  • શુ તમે જાણો છો લીલી અને કાળી ઇલાયચી વચ્ચેનો ફરક?

શુ તમે જાણો છો લીલી અને કાળી ઇલાયચી વચ્ચેનો ફરક?

 | 3:08 pm IST

મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવાતી મોચી ઇલાયચી ખાવાનો સ્વાદ વધારવામાં કામ કરે છે. પરંતુ ખાવાનોસ્વાદ વધારવા સાથે સાથે શરીરની ઘણી બીમારીઓ દૂર થઇ જાય છે. આ ઉપરાંત મોટી ઇલાયચી સ્કીન અને વાળની સમસ્યાઓથી પણ દૂર કરે છે. ઇલાયચી નાની હોય કે મોટી, તે ખાવાના સ્વાદને વધારે છે. પરંતુ શુ તમે જાણો છો કે નાની એટલે લીલી ઇલાયચી અને મોટી એટલે કાળી ઇલાયચીનો અલગ-અલગ ઉપયોગ હોય છે.

લીલી ઇલાયચી આપણે હંમેશા પ્રયોગમાં લેતા હોઇએ છીએ અને દરેક ઘરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો તેને નાની ઇલાયચી તરીકે ઓળખે છે. તો અમે તમને જણાવી દઇએ કે કઇ-કઇ વસ્તુઓમાં તેનો ઉપયોગ કરી સ્વાદમાં વધારો કરી શકાય છે.

– મીઠી અને નમકીન બન્ને પ્રકારની વાનગીમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
– ગ્રેવી વાળા શાકમાં પણ તેને પીસીને નાખવામાં આવે છે.
– દૂધથી બનનારી વસ્તુઓ જેવી કે ખીર, હલવો સહિતમાં લીલી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે.
– તે સિવાય ચાના સ્વાદમાં તેને ઉમેરવાથી ચાનો સ્વાદ બમણો થઇ જાય છે.

જ્યારે બીજી તરફ કાળી ઇલાયચીનો પણ તમે અલગથી ઉપયોગ કરી શકો છો. તેને મોટી ઇલાયચી પણ કહેવામાં આવે છે. સિક્ક્મિમ, પૂર્વી નેપાલ અને પશ્ચિમ બંગાળમાં તે વધારે ઉપજ થાય છે. આવો જોઇએ ક્યા થાય છે તેનો ઉપયોગ.

– તેનો ઉપયોગ માત્ર નમકીન વસ્તુઓમાં કરવામાં આવે છે. જેમ કે શાક, બિરયાની પુલાવ સહિતની વસ્તુઓમાં કરવામાં આવે છે.
– ગરમ મસાલામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
– તેમા રહેલા તત્વ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન