Do you know the distance between the maternity and the sanitary pad?
  • Home
  • Featured
  • શુ તમે જાણો છો મેટર્નિટી અને સેનેટરી પેડ વચ્ચેનું અંતર?

શુ તમે જાણો છો મેટર્નિટી અને સેનેટરી પેડ વચ્ચેનું અંતર?

 | 12:49 pm IST

મહિલાઓને દર વર્ષે પીરિયડ્સના દુખાવામાંથી પસાર થવું પડે છે. દુખાવાની સાથે બ્લીડિંગની સમસ્યાપણ સહન કરવી પડે છે. પરંતુ જ્યારે મહિલાઓ બાળકને જન્મ આપે છે તો તેમની યુટ્રેસથી વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય છે અને આ બ્લીડિંગ ડિલીવરી પછી 2થી 6 અઠવાડિયા સુધી થતી રહે છે.

વૈજ્ઞાનિક ભાષામાં આ બ્લીડિંગને લોચિયા કહેવામાં આવે છે. ડિલીવરીના કારણથી વેજાઇનાની સાઇઝ પણ મોટી થઇ જાય છે. જેથી આ બ્લીડિંગ વધારે ઝડપથી થાય છે. એવામાં સાધારણ સેનેટરી નેપકિન્સ મદદગાર સાબિત થતા નથી. વધારે બ્લીડિંગ થવાથી ઇન્ફેક્શન થવાનો પણ ખતરો વધી જાય છે. એવામાં સાચવણી કરવી ખૂબ જરૂરી છે. જેથી ડોક્ટર તેના માટે સેનેટરી પેડની જગ્યાએ મેટર્નિટી પેડનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

જાણો શુ હોય છે બન્નેમાં અંતર
પ્રેગનેન્સી સમયે જ્યારે બાળક પેટમાં હોય છે તો શરીરને વધારે લોહીની જરૂર હોય છે અને જેથી બ્લડનું વોલ્યૂમ 30-50 ટકા વધી જાય ચે. જ્યારે બાળકોનો જન્મ થાય છે તો ત્યાર પછી વધારાનું બ્લડ શરીરમાંથી વેજાઇના દ્વારા નીકળે છે. આ સમયે બ્લડ વધારે નીકેળે છે અને સાધારણ સેનેટરી પેડ આ સમયે બ્લડના હેવી ફ્લોને રોકી શકતા નથી. એવામાં મેટર્નિટી પેડની જરૂરત હોય છે. આ પેડસ સેનેટરી પેડની તુલનામાં ખૂબ મોટા હોય છે. વધારે બ્લીડિંગ થવા પર આ ફ્લોને સહેલાઇથી શોષી લે છે.

આરામદાયક હોય છે મેટર્નિટી પેડ્સ
પ્રેગનેન્સી સમયે વેજાઇનામાં સ્ટિચેસ આવે છે. હેવી ફ્લો રોકવા માટે એવામાં જો સાધારણ સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્ટિચેસમાં તકલીફ થવાનો ડર રહે છે. કારણકે સાધારણ સેનેટરી પેડ્સમાં જે મટીરિયલ ઉપયોગ થાય છે તે હાર્ડ હોય છે. જ્યારે મેટર્નિટી પેડ્સમાં સોફ્ટ મટીરિયલ ઉપયોગ થાય છે આ સાધારણ સેનિટરી નેપકિનની સરખામણીમાં મોટા પણ હોય છે અને કમ્ફર્ટેબલ પણ હોય છે.

કેટલા પેડ ઉપયોગમાં લેવા
ડિલીવરી પછી કેટલીક મહિલાઓને વધારે બ્લીડિંગ થાય છે તો કેટલીક મહિલાઓને ખૂબ ઓછું. જેથી શરૂઆતમાં 2-3 મેટર્નિટી પેડ્સનો ઉપયોગ થાય છે. પરંતુ થોડાક દિવસ પછી એક પેડથી પણ કામ ચાલે છે. ડિલીવરી પછી દરેક મહિલાઓએ ઓછામાં ઓછા 2 પેકેટ તેમની પાસે જરૂર રાખવા જોઇએ અને શરૂઆતના દિવસોમાં ઓછામાં ઓછા ત્રણ વખત પેડ જરૂરથી બદલવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન