tips to strong your cibil score how impact your credit score
  • Home
  • Business
  • શું તમે જાણો છો Credit સ્કોર એટલે શું? તેને આ રીતે મજબૂત કરો

શું તમે જાણો છો Credit સ્કોર એટલે શું? તેને આ રીતે મજબૂત કરો

 | 9:39 am IST

જો તમે ક્રેડિટ કાર્ડ કે પછી કોઈ લોન માટે અરજી કરો છો તો સૌ પ્રથમ તમારો સિવિલ સ્કોર અથવા તો ક્રેડિટ સ્કોર ખુબજ આવશ્યક ગણાશે. તમારો સિવિલ જેટલો સારો રહેશે, લોન મેળવવામાં તમને એટલીજ સરળતા રહેશે. પણ આ બધાની વચ્ચે તમે વિચારી રહ્યા છો કે ક્રેડિટ સ્કોર કેવી રીતે નક્કી થાય છે અને તે તામારા સિવિલને કેવી રીતે પ્રભાવિત કરે છે.

કેટલાક લોકો માને છે કે જો તમે EMI કે Credit Cardની ચુકવણી સમય પર ન કરો તો તેની ક્રેડિટ પર અસર પડે છે, તો કેટલાક લોકોનું માનવુ છે આનાથી ક્રેડિટ સ્કોર પર અસર પડે છે. તો કેટલાક લોકોનું માનવુ છે કે વેટ ફી સાથે જો મોડુ પેમેન્ટ કરે તો બધુજ ઠીક થઈ જશે. સાથે ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. એટલે હંમેશા સમય પહેલાજ પેમેન્ટ કરી દે છે.

આવી રીતે પ્રભાવિત થાય છે સિબિલ

જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવામાં મોડા પડો છો તો પરેશાન થવાની જરૂર નથી. મોટાભાગની બેન્ક 30 દિવસના મોડા પેમેન્ટનો રિપોર્ટ સિબિલને નહી આપવો પડે. એટલેકે એક મહીનો મોડા થવાથી તમને વ્યાજ અને પેનલ્ટી ચુકવવાની રહેશે. પણ તમારો ક્રેડિટ સ્કોર પ્રભાવિત થશે.

30 દિવસ મોડુ થતા શું થશે અસર?

જો તમે 30થી 60 દિવસ મોડુ ચુકવણી કરો છો તો તેનો રિપોર્ટ સિબિલને મોકલવામાં આવશે, જેવુ તમે પેમેન્ટ કરો છો તમારો ક્રેડિટ સ્કોર ઠીક થઈ જશે. જો તમે રેગ્યુલર પેમેન્ટ ચુકવવામાં મોડુ કરશો તો ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડશે. પેમેન્ટ 90 દિવસ લેટ થશો તમારો ક્રેડિટ સ્કોર 7 વર્ષ સુધી પ્રભાવિત થઈ શકે છે. તમને ‘repeat offender’માનીને હાય રિસ્ક કેટેગરીમાં નાખી દેવામા આવશે. જો તમે 120 દિવસ ડિફોલ્ટ થશો તો તમારૂ કર્જ ‘charged off’ માની લેવામાં આવશે. થર્ડ પાર્ટી કલેક્શન એજન્સી વસુલી માટે મોકલી દેવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટથી આ રીતે બચો

તમને તમારી આવકના પ્રમાણમાં ખર્ચ કરવાનો રહેશે. બીજુ એ કે જ્યારે તમારો ખર્ચ વધી જશે પુરૂ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ નહી કરો મીનીમમ બિલ ચુકવવાનું ન ભુલશો. આનાથી તમને વ્યાજ ચુકવવામાં ફાયદો થશે. આનાથી તમને ડિફોલ્ડર માનવામાં નહી આવે. આ સિવાય જેટલુ આવે તેને ક્રેડિટ એકાઉન્ટમાં નાખી દો, મહીનાના અંતની રાહ ન જૂઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન