Do you know Why is the nose closed during the winter?
  • Home
  • Health & Fitness
  • જાણો…શરદી વખતે નાક શા માટે બંધ થઈ જાય છે?

જાણો…શરદી વખતે નાક શા માટે બંધ થઈ જાય છે?

 | 11:08 am IST

આ જગતની શરૂઆત કઈ રીતે થઈ? આ પવન ક્યાંથી આવે છે? ૧૦૦૦ વર્ષ પછી માણસો કેવા દેખાતા હશે? આવા જાતજાતના સવાલો આપણા મનમાં જાગે. આવા અનેક સવાલોનો જવાબ સોની બીબીસી અર્થની શ્રેણી થિંગ્ઝ યુ નીડ ટુ નો અબાઉટ સાયન્સમાંથી મળી શકે છે. અહીં આવાં કેટલાંક ઉદાહરણો આપેલાં છે.

આપણે માતાપિતા જેવા શા માટે દેખાઈએ છીએ?

આપણો દેખાવ આપણા ડીએનએ પરથી નક્કી થાય છે. આપણા ડીએનએમાં લગભગ ૨૩૦૦૦ જિન્સ (જનીનો) હોય છે, જેમાંના અડધા માતા તરફ્થી તો બાકીના અડધા આપણને પિતા તરફ્થી મળે છે. એમ તો આપણાં ગ્રાન્ડ પેરેન્ટ્સ (દાદા-દાદી-નાના-નાની) પાસેથી પણ આપણને આપણા દેખાવનો ચોથા ભાગનો વારસો મળે છે. આમાં રસપ્રદ વાત એ પણ છે કે ઘણી વાર ગ્રાન્ડ પેરેન્ટ્સનો વારસો પેરેન્ટ્સમાં સાયલન્ટ રહ્યો હોય અને પછી ત્રીજી પેઢીએ આપણામાં વ્યક્ત થાય એવું પણ બને.

તારાઓ શા માટે ચમકે છે?

ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. હાવ વી વંડર વોટ ધે આર? આપણી આકાશગંગામાં સૂર્ય સહિત અબજો તારા ઝગમગી રહ્યા છે અને તે સૌના ઝગમગાટનું કારણ લગભગ એકસરખું છે. તે કારણ છે, ફ્યુઝન તરીકે ઓળખાતી પ્રક્રિયા, જેમાં હાઇડ્રોજનના અણુઓ એકબીજા સાથે ફ્યુઝ થઈને, ભળીને હિલિયમની રચના કરે છે. આ પ્રક્રિયા પ્રકાશ રચે છે માટે તારા ચમકે છે.

આકાશ બ્લૂ કેમ છે ?

આકાશનો પોતાનો કોઈ પણ રંગ નથી. આપણું મગજ ચોક્કસ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણો સામે અમુક રીતે પ્રતિક્રિયા આપતું હોવાથી આપણને તે વાદળી લાગે છે. સૂર્યનાં કિરણો બેઝિકલી સફેદ દેખાય છે. આ સફેદ રંગ મેઘધનુષમાં જોવા મળતા સાત રંગોનું મિશ્રણ છે. આ સફેદ પ્રકાશ પૃથ્વી પર પહોંચીને હવામાંના ઓક્સિજનના અને નાઇટ્રોજન સાથે ટકરાય છે ત્યારે હવામાંના પરમાણુઓ ચારે તરફ બ્લૂ રંગ વિખેરે છે, માટે આકાશ બ્લૂ દેખાય છે.

આપણને શરદી શા માટે થાય છે?

શરદી ત્રાસજનક હોય છે. બંધ નાક બહુ હેરાન કરે. આમાં થાય છે એવું કે આપણી ઇમ્યુન(રોગપ્રતિકારક) સિસ્ટમ સતત શરદીના વાઈરસની શોધમાં રહે છે. નાકમાંથી પ્રવેશતી હવા સાથે વાઈરસ શરીરમાં ઘૂસે છે કે તરત આપણી ઇમ્યુન સિસ્ટમ વાઈરસને પકડીને નજીકની લિમ્ફ્ નોડ (ગ્રંથિ) સુધી લઈ જાય છે. અહીં રોગ સામે લડનારા કોષો વાઈરસ સામે જંગ છેડી દે છે. પરિણામે જંગ (ચેપ) ફેફ્સાં સુધી નથી ફેલાતો. આ બધી માથાકૂટ નાકની અંદર ચાલવાને કારણે માથું ભારે થઈ જાય છે અને નાકમાં ટ્રાફ્કિ જામ થવાથી નાક વડે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

  • Special Feature

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન