Do you know why weapons are worshiped on Dussehra?
  • Home
  • Astro
  • શું તમે જાણો છો દશેરાએ શસ્ત્રપૂજન કેમ કરવામાં આવે છે?

શું તમે જાણો છો દશેરાએ શસ્ત્રપૂજન કેમ કરવામાં આવે છે?

 | 1:22 pm IST
  • Share

  • દશેરા એટલે દશ હરા અર્થાત્ રાવણનાં દશ માથાં સહિત તેનો વધ

  • દશેરાએ શસ્ત્રોનું કરવામાં આવે પૂજન

  • વાહન ખરીદી માટે ખાસ દિવસ

આસો સુદ દશમીના તહેવારને આપણે સહુ દશેરા તરીકે જાણીએ છીએ. વિજયાદશમી તરીકે પણ પ્રચલિત આ તહેવારની અનેક રસપ્રદ બાબતો શાસ્ત્રોમાંથી મળી આવે છે. દશેરા એટલે દશ હરા અર્થાત્ રાવણનાં દશ માથાં સહિત તેનો વધ આ એક સામાન્ય સમજણ છે.

વિજયાદશમી તિથિ પણ કહેવાય છે. અર્થાત્ તે દિવસે પ્રભુ શ્રી રામે આસુરીવૃત્તિનો નાશ કરી તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો તેથી આ તિથિ વિજયાદશમી તરીકે પણ પ્રચલિત છે. આપણા જીવનનાં કોઈપણ કાર્યમાં વિજય પ્રાપ્ત કરવા માટે, સફળતા મેળવવા માટે આ તિથિ અતિ ઉત્તમ ગણાય છે.

દશેરાએ શસ્ત્રપૂજન
આપણી સંસ્કૃતિ વિરતાની પૂજક છે. માતાજીનાં જે આયુધોએ આપણા સમાજની, આપણી સંસ્કૃતિની અને આપણાં મૂલ્યોની રક્ષા કરી છે તે શસ્ત્રોનું પૂજન કરવાનું માહાત્મ્ય સદીઓથી અકબંધ રહ્યું છે. ક્ષત્રિય પરિવાર વતી મા જગદંબાના પ્રતીક રૂપ તમામ શસ્ત્રોની પૂજા કરવાનું ભવ્ય આયોજન સામૂહિક રીતે કરવામાં આવે છે. જેમાં ક્ષત્રિય પરિવારના મોભી તથા આગેવાનો દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવે છે.

પ્રાચીનકાળના રાજાઓ આ દિવસે રણયાત્રાનું પ્રસ્થાન કરતાં હતા. પ્રભુ શ્રીરામે પણ રાવણના સંહાર માટે વિજયાદશમીએ પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને માત આપવા આ દિવસે પ્રસ્થાન કર્યું હતું. આ ઉત્સવની શરૂઆત 15મી શતાબ્દીના વિજયરાજ નગરના રાજાએ કરી હતી. કર્ણાટક હમ્પીના હજારા રામમંદિરની બહારની દીવાલ ઉપર આ ઉત્સવની ઝલક કંડારવામાં આવી છે.

શુભ કાર્યની શરૂઆત વિજયાદશમી
વિજયદશમી પર્વ વિજય આપનારું પર્વ છે. શાસ્ત્રકારોના વચન પ્રમાણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટે દશેરા પર્વ ઉત્તમ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ આ દિવસે અભ્યાસલક્ષી, કલાલક્ષી અનેક શુભ સંકલ્પો કરી શકે છે. કામધંધા, વ્યાપારનો શુભારંભ પણ અતિ સફળતા પ્રદાન કરે છે. ગૃહપ્રવેશ પણ અતિ લાભદાયક બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો