કોમેડી સિરિયલો ગમે છે? જાણો શું કહ્યું હાસ્ય કલાકાર કમલેશ મસાલાવાલાએ - Sandesh
  • Home
  • Gujarat
  • કોમેડી સિરિયલો ગમે છે? જાણો શું કહ્યું હાસ્ય કલાકાર કમલેશ મસાલાવાલાએ

કોમેડી સિરિયલો ગમે છે? જાણો શું કહ્યું હાસ્ય કલાકાર કમલેશ મસાલાવાલાએ

 | 7:02 pm IST

કોમેડી નાઈટ વિથ કપિલ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, ભાભીજી ઘર પર હે જેવી કોમેડી સીરિયલ્સના પાત્ર આપણને પેટ પકડી હસવા માટે મજબૂર કરી દે છે. જો તમે પણ આ સીરિયલ્સના ફેન છો તો આ બહુ જ સારી વાત છે. કારણ કે રોજ હસવું આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. તે દવાની જેમ અસર કરે છે.  બસ એવીજ રીતે સુરત ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જાણીતા હાસ્ય કલાકાર કમલેશ મસાલાવાલા હાજર રહ્યા હતા.

કમલેશ મસાલાવાલાએ સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક કલાકથી વધું સમય ફાળવ્યો હતો. સિનિયર સિટિઝન વૃધો સાથે એક કલાકથી વધુ સમય ફાળવી, કેવી રીતે દિવસમાં દસ મિનિટ હસી લેવું તે બાબતે જાણકારી આપી હતી. ઘણાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે હસતા રહેવું મેન્ટલ અને ફિઝિકલ બન્ને રીતે લાભકારી છે. જેથી હમેશાં હસતાં રહો. મસાલાવાલાએ હસતા રહેવાથી હેલ્થને શું ફાયદા થાય છે, તે બાબતે પણ જાણકારી આપી હતી. સાથે પ્રેકટીકલ પણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200 જેટલા વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતાં અને તાળીઓનો ગડગડાટ અને ઉડતી હાસ્યની છોળો તો ક્યાંક આંખના ખુણાને સ્હેજ ભીંજવી જતી કરુણ રસની વાછટ તો ક્યારેક વીરરસની ત્રાડ કંઈક આવો માહૌલ હતો આ કાર્યક્રમના હોલમાં..