Do you often get angry without reason? Make this remedy calm your mind
  • Home
  • Astrology
  • શું તમને વારંવાર કારણ વગરનો આવે છે ગુસ્સો?, આ ઉપાય કરી મનને કરો શાંત

શું તમને વારંવાર કારણ વગરનો આવે છે ગુસ્સો?, આ ઉપાય કરી મનને કરો શાંત

 | 12:16 pm IST

લાલ કિતાબમાં એવા કેટલાક સચોટ ઉપાય દર્શાવાયા છે જેને અજમાવવાથી ગમે તેવો ગુસ્સો શાંત કરી શકાય છે. જો તમને વારંવાર કારણ વગરનો ગુસ્સો આવતો હોય તો તમારે કેટલાક અસરકારક ઉપાય અજમાવી લેવા જોઈએ.

ગુસ્સાને શાંત કરવાના ઉપાય
જો તમારા ઘરમાં નાનકડું બાળક વારંવાર ગુસ્સો કરતુ હોય તો તેમને શિવપૂજા કરાવો. શિવજીની ઉપાસના કરવાથી તમામ સંકટ દૂર થશે. તમે ગુસ્સા પર કાબૂ મેળવી શકશો.

જો તમને વધારે ગુસ્સો આવતો હોય તો લાલ કે લીલા વસ્ત્રનો ઉપયોગ ન કરશો. જેટલા આ રંગોથી દૂર રહેશો મન એટલું જ શાંત રહેશે. જો તમને કારણ વગર નાની નાની વાતોમાં ગુસ્સો આવતો હોય તો તમારે ક્યારેય કોઈ પક્ષીઓને પાંજરામાં ન પૂરવા જો તમે શોખ માટે ઘરમાં પાંજરામાં પક્ષીઓ રાખ્યા હોય તો તેને આઝાદ છોડી દો.

તમારા ગુસ્સાને શાંત કરવા વડલાના થડ પર ખાંડવાળુ દૂધ અર્પિત કરો. ભીની માટીને માથા પર લગાવો. આવું કરશો તો ગુસ્સો શાંત થઈ જશે. સંધ્યા ટાણે કોઈ ગરીબ બાળકને ભોજન કરાવો. ત્રાંબાના જળમાં પાણી ભરીને પીવાનું રાખો.

જો તમારા પરિવારમાં વારંવાર તકરાર થતી હોય તો તમામ પરિજનો જેટલી સંખ્યામાં મુઠી ભરી જુવાર,મકાઇ, કાંગ, બાજરો અને ઘંઉ ભેળવી પક્ષીઓને ચણ ખવડાવો.

જો તમારા ઘરમાં જૂના બુટ ચપ્પલનો ઢગલો હોય તો નકામા ઉતરેલા બુટ ચપ્પલ કાઢી કોઈ ગરીબને દાન કરી દો. આનાથી નકારાત્મક ઉર્જા ઓછી થશે. જેના કારણે લડાઇ-તકરાર ઓછી થવા લાગશે. જો તમારા ઘરમાં નકામો ભંગાર પડ્યો રહેતો હોય તો તેને તાત્કાલીક દુર કરો કેમકે આવી વસ્તુઓ ઘરના સભ્યોનો ગુસ્સો વધારે છે.

આ વીડિયો જુઓ: દર્શન કરો કચ્છમાં આવેલા મા આશાપુરાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન