Do you want the waist to be elastic and thin?Do you want the waist to be elastic and thin?
  • Home
  • Health & Fitness
  • શું તમારે કમરને કરવી છે લચકમચક અને પાતળી? તો અપનાવો આ સરળ ટિપ્સ

શું તમારે કમરને કરવી છે લચકમચક અને પાતળી? તો અપનાવો આ સરળ ટિપ્સ

 | 10:55 am IST

પાતળી અને નાજુક કમર એ દરેક સ્ત્રીનું સપનું હોય છે. તેમજ નાજુક કમર કોઈ પણ સ્ત્રીની સુંદરતાનો માપદંડ માનવામાં આવે છે.

સુડોળ, ટટ્ટાર, પાતળી કમર આખા શરીરને મોહક બનાવે છે. ત્યારે આ સ્ટેપ્સ ફોલો કરવાથી તમે પણ પાતળી અને સુડોળ કમર મેળવી શકશો. બંને પગની વચ્ચે ૨ ફૂટનું અંતર રાખો. જમણા હાથને પીઠ પર લઈ જાઓ અને ડાબા હાથથી જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરો. હથેળીને જમીન તરફ રાખો. ધ્યાન રાખો કે પગ વળે નહીં, બિલકુલ સીધા રહે. પછી આનાથી ઊલટું, જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને સ્પર્શવાનો પ્રયત્ન કરો.

આ ક્રિયા વારાફરતી ૧૦ વખત કરો. આ કસરત કરવા માટે જમીન પર બેસીને ડાબા પગને ડાબી બાજુ અને જમણા પગને જમણી બાજુ જેટલા પહોળા કરી શકો, તેટલા પહોળા કરો. આ પછી બંને હાથ દ્વારા એક સાથે પહેલાં જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરો, પછી ડાબા પગના.

આ કસરત પણ ૧૦ વખત ફરીફરી કરો. જમીન પર બેસો, બંને પગને જમણી-ડાબી બાજુ પહોળા કરો. હાથને માથા ઉપર લઈ જતી વખતે બંને હાથની આંગળીઓ એકબીજાની વચ્ચે નાખીને પકડો. હવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન