શું તમે સારા વક્તા બનવા ઇચ્છો છો? તો ફોલો કરો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • શું તમે સારા વક્તા બનવા ઇચ્છો છો? તો ફોલો કરો આ ટિપ્સ

શું તમે સારા વક્તા બનવા ઇચ્છો છો? તો ફોલો કરો આ ટિપ્સ

 | 12:19 pm IST

સારા વક્તા બનવા માટે સૌ પ્રથણ તમારે જે વિષય ઉપર બોલવાનું છે તેને લગતું વાંચન અને મનન કરો. મિત્રો અને અનુભવીઓ સાથે ચર્ચા કરી નવા મુદ્દા મેળવવાનો પ્રયત્ન કરો. આ સાથે તમે વિષયના મુદ્દાઓની નોંઘ કરો. આમ, તમે તમારા વિષયને લગતું જેટલું મનન કરશો તેટલો તમે સારો દેખાવ કરી શકશો. જો તમે દસ મિનીટનું પ્રવચન કરવાના હોવ તો તમારી પાસે બારથી તેર મિનિટ માટે બોલી શકાય તેટલી સામગ્રી હોવી જોઇએ કારણકે વાસ્તવમાં પ્રવચન વખતે તમારી ઝડપ વધવાની શક્યતાઓ રહેલી હોય છે.

સમયનું આયોજન
તમારે કેટલી માહિતી જોઇશે તેનું માપ કાઢવા માટે કોઇ પુસ્તક અથવા મેગેઝિનનું પાનું તમારી બોલવાની સામાન્ય ઝડપે મોટેથી વાંચી સમય નોંઘો. ત્રણ વખત વાંચી સમયની સરેરાશ કાઢો. આના ઉપરથી દસ મિનીટના વક્તવ્ય માટે કેટલાક પાનાની માહિતી તૈયાર કરવી પડશે તેનો અંદાજ તમે લાવી શકશો.

ભાષાણ લખવાની રીત
લીટીવાળા કાગળ ઉપર તેની એકબાજુએ સુંદર અક્ષરે ભાષણ લખો. બને તો એક લીટી છોડી બીજી લીટી ઉપર લખવાનું રાખો જેથી સુધારા વધારા કરવામાં સગવડ રહે. આ સાથે યોગ્ય શબ્દો અને દ્રષ્ટાંતાનો ઉપયોગ કરો. અતિશય લાંબા વાકયો ના લખો અને ખુબ જ ટૂંકા વાક્યો પણ ના લખો. વાક્યની લંબાઇ અર્થ બરાબર સમજાય તેવી હોવી જોઇએ.

ધ્યાનમાં રાખો આ બાબતો

  • લખાણને વારંવાર મઠારી આખું વ્યાખ્યાન તૈયાર કરો.
  • વક્તવ્યને વારંવાર વાંચી જાવ અને અગત્યના મુદ્દાઓ એક કાર્ડ ઉપર લખી લો. કાર્ડ તમારી પાસે સહેલાઇથી રહી શકે તે સાઇઝમાં રાખો.
  • તમારા વ્યાખ્યાનને કંઠસ્થ કરો. અનુભવી વકતા બન્યા પછી તમારે આ મહેનત કરવી નહીં પડે. પંરતુ નવા વક્તાને શરૂઆતમાં પુરતી તૈયારી કરવી જ જોઇએ. તમે વાંચીને બોલવાના હોવ તો પણ વારંવાર વાંચવાનો મહાવરો કરો જેથી વાસ્તવિક પ્રવચન વખતે તમે ભાવપૂર્વક અને વાસ્તવિકતાથી વાંચી શકો. શક્ય હોય તો અરીસા સામે ઉભા રહી બોલવાનો મહાવરો કરો.
  • જે જગ્યાએ તમારે વ્યાખ્યાન આપવાનું હોય ત્યાં આગલા દિવસે જઈ શક્ય હોય તો ત્યાંના વાતાવરણથી પરિચિત બનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન