do-you-want-to-stay-young-foreverdo-you-want-to-stay-young-forever
  • Home
  • Fashion & Beauty
  • શુ હંમેશા રહેવું છે જવાન! શોધી કઢાયું દુર્લભ પ્રોટીન

શુ હંમેશા રહેવું છે જવાન! શોધી કઢાયું દુર્લભ પ્રોટીન

 | 5:16 pm IST

દરેકની ઈચ્છા હોય છે કે તેમની સ્કિન હંમેશા સ્વસ્થ રહે અને જવાન બની રહે. આ ચક્કરમાં મહિલાઓ અને યુવતીઓ મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપયોગ કરતી હોય છે. પરંતુ હવે મોંઘા પ્રોડક્ટ અને સ્કિમને ચમકાવવાની ચિંતા છોડો હવે એવા તત્વની શોધ કરવામાં આવી છે જે સ્કિનને હંમેશા જવાન બનાવી રાખે.

વૈજ્ઞાનિકોએ COL17A1 નામના એક પ્રોટીનની શોધ કરી છે અને તે વિશે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે તે પ્રોટીન સ્કિનને હંમેશા જવાન બનાવી રાખશે. તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે COL17A1 પ્રોટીન સ્કિનને ખરાબ થતા બચાવે છે અને સ્વસ્થ બનાવી રાખે છે.

આ તારણમાં જાણવા મળ્યું છે કે શરીરની કોશિકાઓ વચ્ચે જે પ્રતિસ્પર્ધા થાય છે, તેની પર ધ્યાન દોરવામાં આવ્યું. એટલે કે શરીરની સાથે સ્કિનમાં જે સેલ બને અને તેની મૃત્યું થાય છે. જો સેલ પાતળા અને નબળા હોય તો COL17A1 પ્રોટીન તે સેલ્સની ઠિક કરે છે. પરંતુ જો જેમ-જેમ ઉંમર વધે છે તેમ-તેમ COL17A1 પ્રોટીનની માત્રા ઓછી થતી જાય છે. જેને લીધે સ્કિનના જે સેલ્સ બને છે તે પાતળા અને નબળા હોય છે.

સ્કિન પર સુરજની ખતરનાક UV કિરણોને લીધે ખરાબ અસર પડે છે. જેને પગલે સેલ્સ વધુ કમજોર બની જાય છે. પરિણામમાં UV કિરણોથી સ્કિન વધારે ડેમેજ થઈ જાય છે અને કમજોર પડી જાય છે.

ઉંદરની પૂંછડી પર કરેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે જેમ જેમ COL17A1 પ્રોટીનનું સ્તર ઘટી જાય ત્યારબાદ શું તે COL17A1 પ્રોટીનને ફરી વધારવામાં આવી શકે? એટલે કે તેમને એવા તત્વોની શોધ શરૂ કરી જેથી વધતી ઉંમરમાં આ પ્રોટીનને વધારી શકાય.

શોધકર્તાઓએ બે રસાયણો Y27632 અને એપોસિનિનને લઈને બે સ્કિનના સેલ્સમાં ટેસ્ટ કરવામાં આવ્યાં. જેનું પરિણામમાં સકારાત્મક રહ્યું. શોધકર્તાઓએ જોયું કે રસાયણોના પ્રયોગ બાદ સ્કિનમાં થયેલી ઈજા પર તેની ખુબ અસર જોવા મળે છે. જેથી સ્કિનનાં સેલ્સ જવાન અને સ્વસ્થ બન્યા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન