દિવાળીમાં ઘરના દરવાજા પર લગાવો આ ચીજો, મા લક્ષ્મી દોડી ચાલ્યા આવશે - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • દિવાળીમાં ઘરના દરવાજા પર લગાવો આ ચીજો, મા લક્ષ્મી દોડી ચાલ્યા આવશે

દિવાળીમાં ઘરના દરવાજા પર લગાવો આ ચીજો, મા લક્ષ્મી દોડી ચાલ્યા આવશે

 | 9:05 pm IST

ઘરના દરવાજા અને બારી પર સરસવનું તેલ લગાવીને તેના પર સ્વસ્તિક ચિહ્ન બનાવો  અને શુભ લાભ લખો. દરવાજા પર તેલ લગાવવા પાછળ એક મોટું કારણ એ છે કે દરવાજો ખુલતા અને બંધ કરતાં સમયે અવાજ ન આવે.

દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેની તૈયારીઓ પણ પૂરજોશમાં છે. મા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે ઘરની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા ને ફૂલોથી સજાવવામાં આવે છે. જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીમાં કેટલીક ચીજોને ઘરમાં રાખવાથી મા લક્ષ્મીની કૃપા મળે છે. અને ક્યારેય પણ ઘરમાં ધનની કમી નથી રહેતી.

ઘરના મુખ્યદ્વાર પર દિવાળીમાં લક્ષ્મીના પદચિહ્નો લગાવવા જોઈએ. પણ પદચિહ્નો ઘરની અંદરની તરફ લગાવવા જોઈએ.

ઘરના મુખ્ય દરવાજાને તોરણથી સજાવવા જોઈએ અને આ તોરણમાં આંબાના પત્તા કે ફરીથી આસોપાલવના પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજા અને આંગણામાં રંગોળી બનાવવી જોઈએ. સાથે જ કળશમાં પાણી ભરીને પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. એમ કરવાથી ઘરમાં બરકત રહે છે.

ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું નિશાન લગાવવું જોઈએ. એ સિવાય સ્વસ્તિકનું ચિહ્ન લગાવવાથી મા લક્ષ્મીના આશીર્વાદ હમેંશા બની રહે છે.