doctor compounder gang rape hospital And Making A video
  • Home
  • Featured
  • ડોક્ટર અને કમ્પાઉન્ડરે મળી નર્સને પીંખી નાંખી, વીડિયો બનાવી અશ્લિલતાની હદ કરી પાર

ડોક્ટર અને કમ્પાઉન્ડરે મળી નર્સને પીંખી નાંખી, વીડિયો બનાવી અશ્લિલતાની હદ કરી પાર

 | 9:20 am IST

એક હોસ્પિટલમાં કામ કરી રહેલ નર્સ સાથે કથિત રેપનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, રાજસ્થાનનાં બાડમેરનાં ચૌહટનમાં સ્થિત પ્રાઇવેટ હોસ્પિટલનું સંચાલન કરનાર ડોક્ટર, કમ્પાઉન્ડર અને એક અન્ય વ્યક્તિએ તેની સાથે હોસ્પિટલમાં જ બળાત્કાર કર્યો. નર્સે નશીલી દવા આપવાની પણ વાત કહી.

મહિલાએ કહ્યું કે, રાતમાં ડ્યૂટી દરમિયાન જ્યૂશમાં નશીલી દવા ભેળવી દેવામાં આવી અને બાદમાં કમ્પાઉન્ડરે મહિલાનો વીડિયો પણ બનાવ્યો અને તેને લગભગ એક વર્ષ સુધી બ્લેકમેલ પણ કરતો રહ્યો. ચૌહટન પોલીસ સ્ટેશનમાં વીડિયા બનાવવા અને એક વર્ષ સુધી રેપ કરવાના આરોપમાં ત્રણ લોકો પર મામલો નોંધવામાં આવ્યો છે. પીડિત મહિલાએ કહ્યું કે તે નવેમ્બર 2016થી પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરી રહી હતી. ત્યાં તેની રાતમાં ડ્યૂટી હતી.

મહિલા અનુસાર, હોસ્પિટલમાં સ્ટાફના આરામ માટે એક ઓરડો હતો. એક રાત હોસ્પિટલના સ્ટાફે તેને રાત્રે 10 વાગે જ્યૂસ પીવા માટે આપ્યો હતો. જેના પછી મહિલા બેભાન થઇ ગઇ. આ દરમિયાન કમ્પાઉન્ડર અશોકે દુષ્કર્મં આચર્યું હતું.

મહિલાએ કહ્યું છે- બાદમાં અશોક વીડિયોના આધારે તેને ધમકી આપવા લાગ્યો અને બ્લેકમેલ કરવા લાગ્યો. કેટલાક સમય બાદ હોસ્પિટલના સંચાલક ડો. સુરેન્દ્ર માહેશ્વરી સ્ટાફ રૂમમાં આવ્યા અને કહ્યું કે, તેમણે વીડિયો જોયો છે. તમામ સ્ટાફને આ વિશે જાણકારી આપી દેશે. બાદમાં સુરેન્દ્રએ પણ રેપ કર્યો.

મહિલાના આરોપો અનુસાર, ગત કેટલાક દિવસ પહેલા સુરેન્દ્રનાં ભાઇ પ્રેમ કુમારે પણ રેપ કર્યો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેના પથી ત્રણે આરોપીઓ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ગેંગ રેપ કરતા હતાં. મહિલાએ કહ્યું છે કે, 12 ઓગસ્ટની રાત્રીએ સુરેન્દ્રએ ફરીથી બળાત્કાર કર્યો. આ દરમિયાન મામલો તમામ લોકોની સામે આવવાના ડરથી સુરેન્દ્રએ તેને નોકરીમાંથી નીકાળી દીધી. 16 ઓગસ્ટે જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો તેને કહેવામાં આવ્યું કે હવે તેની જરૂરીયાત નથી. પોલીસે હવે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ જુઓ: ગુજરાતના નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન