NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2075 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અમેરિકામાં NRI ડૉકટર કપલનું પ્લેન ક્રેશમાં થયું મોત

અમેરિકામાં NRI ડૉકટર કપલનું પ્લેન ક્રેશમાં થયું મોત

 | 12:03 pm IST

અમેરિકાના ઓહાયોમાં ભારતીય અમેરિકન ડૉકટર્સ કપલનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. પોલીસના જણાવ્યાનુસાર આંધ્રપ્રદેશના ઉમામહેશ્વર કલાપટાપુ અને તેમની પત્ની સીતા ગીતા ક્લાપટાપુ તેમના પ્લેનમાં જઇ રહ્યાં હતા ત્યારે આ ગોઝારી ઘટના બની. ઉમામહેશ્વર પ્લેન ચલાવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. હાલ એજન્સી તપાસ કરી રહ્યું છે.

ઓહાયો સ્ટેટ હાઈવે પેટ્રોલના જણાવ્યા મુજબ ઉમામહેશ્વર અને તેમની પત્ની ધ પાઈપર આર્ચર PA-28થી જઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનું પ્લેન શનિવારે 10.36થી 12.30 વચ્ચે ક્રેશ થયું હતું. સાર્જેટ ગૈરિક વોર્નરે કહ્યું, દક્ષીણ ઓહાયોના વેર્વીલ લિવેજમાં એક તળાવ પાસે સર્ચ ઓપરેશન દરમિયાન પ્લેનનો કાટમાળ મળ્યો હતો. હજુ સુધી ર્દુઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ આ એક્સિડન્ટ વિશે તપાસ કરી રહ્યા છે.

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ઉમામહેશ્વર અને સીતા-ગીતા સાઈકાઈટ્રિસ્ટ હતા. તેમણે 1995માં ઈન્ડિયાનાપોલિસમાં રાજ ક્લીનિક ખોલ્યું હતું. ક્લીનિકની ઓફિસ લોગાંસપોર્ટ, ઈન્ડિયાનાપોલિસ, લાફાયેટ્ટે અને કોકોમામાં છે.