NIFTY 9,360.55 -25.60  |  SENSEX 30,301.64 +-63.61  |  USD 64.7300 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kheda – Anand
  • તબીબની હિંમત અને સતર્કતાએ ૬ મહિનાના માસૂમનો જીવ બચાવ્યો

તબીબની હિંમત અને સતર્કતાએ ૬ મહિનાના માસૂમનો જીવ બચાવ્યો

 | 6:36 am IST

નડિયાદ,તા.૧૯

નડિયાદ શહેરમાં આવેલા એક ખાનગી દવાખાનામાં ગતરોજ એક પરિવાર પોતાના ૬ મહિનાના માસુમ પુત્રને લઈને આવ્યો હતો. આ માસુમ બાળક સેફ્ટીપીન ગળી ગયો હોવાનું પરિવારજનોએ તબીબને જણાવ્યું હત્ું, જેથી તબીબે બાળકનો એક્સ – રે કાઢતાં તેઓ પણ ચોંકી ઉઠયા હતા. જોકે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તબીબે પોતાની હિંમત અને કુશળતાથી બાળકના ગળામાંથી પીન કાઢી હતી.

નડિયાદ શહેરના વી.કે.વી.રોડ ઉપર આવેલા એકખાનગી દવાખાનામાં ગતરોજ એક પરિવાર પોતાના ૬ મહિનાના માસુમને લઈને આવ્યો હતો. બાળક સેફ્ટી પીન ગળી ગયો હોવાની ફરિયાદ સાથે આવેલ પરિવારને તબીબે સાંત્વન આપી બાળકના ગળાનો એક્સ – રે કઢાવ્યો હતો. એકસ-રે માં સેફ્ટીપીનની સ્થિતી જોઈને ખુદ તબીબ પણ ચોંકી ઉઠયા હતા અને સમગ્ર મામલો કેટલો ગંભીર છે તે સમજી ગયા હતા. માસુમના ગળામાં અટકેલી ખુલ્લી સેફ્ટીપીન કેટલી જોખમી સાબિત થઈ શકે છે તે આ અનુભવી તબીબ સારી રીતે જાણતાં હતા. તેઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના અનુભવ અને હિંમતના આધારે નિર્ણય લઈ વગર એનેસ્થેટીસ્ટની મદદે માસુમના ગળામાંથી સેફ્ટીપીન કાઢી હતી. પોતાનો આ નિર્ણય કેટલો જોખમી છે તે જાણતાં હોવાછતાં પણ તબીબે માસુમનો જીવ બચાવવા માટે સાહસ ખેડયું હતું. બાળકના ગળામાંથી સેફ્ટીપીન કાઢયા બાદ તેઓએ સ્થિતી કેવી જોખમી બની હતી તેની જાણ પરિવારજનોને કરી હતી. જ્યારબાદ માસુમ ધનવીત વાઘેલાના પરિવારજનોએ પોતાના વ્હાલસોયા પુત્રનો જીવ બચાવનાર ડો. સુપ્રિત પ્રભુનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મામલે તબીબે જણાવ્યું હતું કે, મારી પાસે વિચારવાનો સમયન હતો, મારે માત્ર હિંમત કરીને મારા નિર્ણયને પાર પાડવાનો હતો. સદ્દનસીબે બાળકનો જવી બચી ગયો, અને મને મારૂ કર્તવ્ય નીભાવ્યોનો સંતોષ થયો.

1