રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલની ઘોર બેદરકારી, મહિલાના શરીરમાં રહી ગયો લોખંડનો તાર - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલની ઘોર બેદરકારી, મહિલાના શરીરમાં રહી ગયો લોખંડનો તાર

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલની ઘોર બેદરકારી, મહિલાના શરીરમાં રહી ગયો લોખંડનો તાર

 | 5:59 pm IST

લોકો ડોક્ટરને ભગવાન માને છે. પરંતુ ભગવાન સમાન ડોક્ટર હવે પોતાની ફરજ ભૂલી રહ્યાં છે અને દર્દીને માત્રને માત્ર કમાણીનું સાધન સમજી રહ્યાં છે. એટલે જ તો ડોક્ટરો ક્યારેક દર્દીઓનાં શરીરમાં કાતર, ક્યારેક સોય, ક્યારેક સળિયા અને ક્યારેક ઓપરેશનના સાધનો ભુલી જાય છે તેવા કિસ્સાઓ છાશવારે સંભળાતા હોય છે. રાજકોટમાં એક ડોક્ટર દર્દીના શરીરમાં લોખંડનો તાર ભુલી ગયો હોવાની ચોકાવનારી ઘટના બની છે.

આ કિસ્સો રાજકોટની પ્રતિષ્ઠિત હોસ્પિટલ વોકહાર્ટનો છે. 2014ના વર્ષમાં રેખાબેન નામની મહિલાનું આ હોસ્પિટલમા કિડની ડાયાલિસીસનું ઓપરેશન કરાયું હતું. જેમાં એક લોખંડનો તાર તેમના શરીરમા રહી ગયોહતો. બે મહિના પહેલા જ પરિવારને આ વિશેની જાણ થતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલે પોતાની ભૂલ પર પડદો નાખવા અવનવી દવાઓનો ઉપયોગ કરીને તેને ઓગાળવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ લોખંડનો તાર હોવાથી તે ઓગળી શક્યો ન હતો. આખરે પરિવારજનો સામે હોસ્પિટલની હકીકત સામે આવી હતી.

રેખાબેનના જમાઈ યોગેશભાઈએ જણાવ્યુ કે, અમે મારા સાસુનું આ હોસ્પિટલમાં કિડની ડાયાલિસીસનુ ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર બાદ અમે અવારનવાર હોસ્પિટલમાં તેમને બતાવવા આવતા હતા. ત્યારે મારી પત્નીએ ડોક્ટરને એક્સ-રેમાં તાર જેવું શું છે તે વિશે પૂછ્યું હતું. પરંતુ તબીબ કહ્યુ કે આ નોર્મલ વાયર છે, જે ઓગળી જતો હોય છે. પરંતુ વાયર તો ઓગળ્યો નહિ. પરંતુ લોખંડના તારને કારણે રેખાબેનના શરીરમાં લોહી 4 ટકા જેટલું થઈ ગયું હતું. જેને કારણે અમે ફરીથી વોકહાર્ટમાં એડમિટ થયા અને મારા સાસુને રક્તના બોટલ ચઢાવવામાં આવ્યા હતા. ફરીવાર જ્યારે અમે હોસ્પિટલમા એડમિટ થયા ત્યારે હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો.

આમ, એક ડોક્ટરની બેદકારીને કારણે એક દર્દીએ પારાવાર પીડા ભોગવવી પડી રહી છે. ઓપરેશનના બે માસ બાદ દર્દીના પરિવારને આ અંગે જાણ થઈ હતી. ત્યારે એક વખત ઓપરેશનની પીડામાંથી પસાર થઈ ચૂકેલા આ દર્દીએ ડોક્ટરની ઘોર બેદરકારીને કારણે ફરી ઓપરેશન કરાવવાનો વારો આવ્યો છે. ડોક્ટરોની આવી ઘોર બેદરકારીને કારણે એક તો દર્દીને પારાવાર પીડા ભોગાવવાનું તથા ફરીથી રૂપિયા ખર્ચવાનો વારો આવ્યો છે. ડોક્ટરો જાણે કે દર્દીઓને ભંગારનું કારખાનું સમજતાં હોય તેમ વસ્તુઓ તેમના શરીરમાં ભૂલી જવા લાગ્યા છે.