મજબૂર મહિલાઓને લૂંટી તબીબ મહેન્દ્ર પટેલે મહેસાણામાં કરોડોની સંપત્તિ વસાવી - Sandesh
  • Home
  • Featured
  • મજબૂર મહિલાઓને લૂંટી તબીબ મહેન્દ્ર પટેલે મહેસાણામાં કરોડોની સંપત્તિ વસાવી

મજબૂર મહિલાઓને લૂંટી તબીબ મહેન્દ્ર પટેલે મહેસાણામાં કરોડોની સંપત્તિ વસાવી

 | 6:42 pm IST

મહેસાણાનો રહેવાસી અને સમીમાં દવાખાનું ચાલવતો તબીબ મહેન્દ્ર મોદી અને તેના પુત્રએ મહિલાઓની મજબૂરીઓનો લાભ ઉઠાવી જાતિય શોષણની સાથોસાથ મનભરીને આર્થિક શોષણ પણ કર્યું છે. સારવાર અર્થે આવતી મહિલાઓને ભરમાવી હજારો રૂપિયા પડાવી ગર્ભપાત કરવાની ઉઘાડી લૂંટ કરી મહેસાણાના રાધનપુર રોડ ઉપર શિવગંગા ગ્રીન્સ – વિભાગ ર માં એક કરતા પણ વધુ કિંમતનો બંગલો અને લક્ઝુરીયસ કાર વસાવી ઐયાશીભરી જીંદગી જીવી રહ્યો હતો પરંતું હવે તેના પાપનો ભાંડો ફૂટતાં બાપ-દિકરો બંન્ને જેલ હવાલે થયા છે.

મહેન્દ્ર મોદી નામનો નરાધમ તબીબ અને તેનો પુત્ર કિશન મોદી તેમના સમી શહેરમાં તેમના દવાખાને સરવાર કરાવવા આવતી મહિલાઓનું શારીરીક શોષણ કરતા હતા તે સમયનો વીડીઓ વાયરલ થતાં તેઓને લોકોએ મેથીપાક ચખાડયા બાદ મુંડન કરી પોલીસ હવાલે અને બાદમાં પોલીસે તમને જેલ હવાલે કરી દીધા છે પરંતું જો પોલીસ તપાસ મહેસાણા સુધી લંબાય તો આ લંપટ બાપ દિકરાના મહેસાણા સ્થિત આઈ-કોન કોમ્પલેક્ષના દવાખાનામાં પણ કરેલા કારનામા બહાર આવી શકે તેમ છે. કારણ કે એક સામાન્ય દુકાનમાં દવાખાનું બનાવી બેઠેલ તબીબે કરોડ રૂપિયાનો બંગલો અને લક્ઝુરીયસ કાર પણ વસાવી લીધી છે. અને સમીની માફક આ બાપ દિકરાએ મહેસાણામાં પણ અનેક મજબૂર મહિલાઓનું શારીરીક શોષણ તેમજ આર્થિક શોષણ મહેસાણાની મહિલાઓ સાથે પણ કર્યું હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

મહેસાણાના પોર્શ રોડ ઉપર એક કરોડથી વધુની કિંમતો બંગલો

સમીમાં મહિલાઓ સાથે કામલીલા કરતાં હવે ઉઘાડા પડી ગયેલા તબીબ મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીના અન્ય પણ કારનામા ઉઘાડા પડી રહ્યા છે. મહિલાઓનું શારીરીક શોષણ કર્યાની સાથોસાથ આ બાપ દિકરાએ મજબૂર મહિલાઓને ભરમાવી હજારો રૂપિયા પડાવી ગર્ભપાત કરી આપ્યા હોવાની પણ શહેરમાં ચોતરફ ચર્ચઓ છે અને આ જ રૂપિયાથી મહેન્દ્ર મોદીએ રાધનપુર રોડ ઉપર શિવગંગા ગ્રીન્સના વિભાગ – ર માં એક કરોડ રૂપિયા કરતા વધુ કિંમતનો વૈભવી બંગલો અને લક્ઝુરીયસ કાર વસાવી છે.


તબીબ મહિલાઓએ કહેતો કે અડધી રાત્રે પણ મારી જરૂર પડે તો મને ઘરે બોલાવજો

મહેસાણામાં આવેલા દવાખાને આ તબીબની અગાઉથી સરવાર લેતી એક મહિલાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે સારવાર લેવા આવતાં ત્યારે તબીબ અમને કહેતા કે તમારે મારી જરૂર પડે તો અડધી રાત્રે પણ મને ફોન કરીને બોલાવી લેજો હું તમારી ઈમરજન્સી ફી પણ નહી લઉ.  હવે ખબર પડી કે તબીબ કયા મતલબથી અમને આવું કહેતા હતા.

પોલીસ તપાસનો રેલો મહેસાણા આવે તો મોટા ઘટસ્ફોટ થઈ શકે છે

મહેસાણામાં રહેતા અને અહીં પણ એક દવાખાનું ચલાવતા તબીબ મહેન્દ્ર મોદી અને તેનો પુત્ર સમીમાં તબીબોએ મહિલાઓને ભોગ બનાવી શારીરીક શોષણ કરવાનો મામલો તો સામે આવ્યો છે પરંતું આ તબીબ મહેસાણામાં ચલાવતા દવાખાના દર્દીઓની પોલીસ તપાસ હાથ ધરે તો મહેસાણામાં આ નરાધમોનો ભોગ બનેલી અનેક મહિલાઓ સામે આવે તો પણ નવાઈ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન