મોદી દંપતી લગ્ન વિચ્છેદ: અમદાવાદમાં દેશનું બીજું સૌથી મોટું ડિવોર્સ સેટલમેન્ટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • મોદી દંપતી લગ્ન વિચ્છેદ: અમદાવાદમાં દેશનું બીજું સૌથી મોટું ડિવોર્સ સેટલમેન્ટ

મોદી દંપતી લગ્ન વિચ્છેદ: અમદાવાદમાં દેશનું બીજું સૌથી મોટું ડિવોર્સ સેટલમેન્ટ

 | 7:09 am IST

પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ સ્પેશયલ મેરેજ એકટ હેઠળ ફેમીલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે અરજી કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. દેશભરમાં માતબર રકમ લઈને છુટાછેડા લેવાની આ બીજી ઘટના છે. અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશને સુઝાનખાનને ૪૦૦ કરોડ ચુકવીને છુટાછેડા મેળવ્યા હતા. ત્યારબાદ ૨૦૦ કરોડ ચુકવીને છુટાછેડા લેવાનો આ બીજો કિસ્સો છે. ફેમીલી કોર્ટમાં કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડાની અરજી કરવાની હોવાથી સવારથી તેનું કવરેજ કરવા માટે કોર્ટ સંકુલમાં ઉમટી પડયા હતા. જો કે, મોનિકા પટેલના એડવોકેટ આવીને પરસ્પરની સંમતિથી છુટાછેડા મેળવવાની અરજી ફાઈલ કરીને નિકળી ગયા હતા.

કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકા વચ્ચે ૨૯મી ઓગષ્ટના રોજ ઝઘડો થતા સોલા પોલીસ મથકમાં મામલો પહોચ્યો હતો. ત્યારે પોલીસ મથકમાં બન્નેને અલગ-અલગ રૂમમાં બેસાડીને કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડા લેવાનું નક્કી કર્યુ હતુ. જેમાં કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ રૂ.૨૦૦ કરોડ આપવાના અને મોનિકા તમામ હક્કો છુટા કરવા માટે દસ્તાવેજો ઉપર સહીઓ કરી આપવાનું  મોનિકા મોદી તરફથી સીનીયર એડવોકેટ સુધીર નાણાવટી અને રાજીવ મોદી તરફથી શાલિન મહેતાની હાજરીમાં નક્કી કર્યુ હતુ. સોલા પોલીસ મથકમાં નક્કી થયા પ્રમાણે રાજીવ મોદીએ રૂ.૨૦૦ કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા. જયારે મોનિકાએ તેના હક્કો છોડી દેવા માટેના દસ્તાવેજો ઉપર સહીઓ કરી દીધી હતી. આ એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો એ બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રહેશે. છૂટાછેડાની ડિક્રી પર કોર્ટની મોહર વાગે તે પછી પરસ્પર આપ લે કરી દેવાશે.

૨૦૦ કરોડમાંથી ઈન્કમટેક્સ પણ નહીં કપાય

ભરણપોષણ બે પ્રકારના હોય છે. પરમેનેન્ટ અને ટેમ્પરરરી. પરમેનેન્ટમાં ભરણપોષણની રકમ એકસાથે ચુકવાય છે. ટેમ્પરરીમાં દર મહિને. પરમેનેન્ટમાં જે રકમ ચુકવાય તેના પર આવકવેરામાંથી મુક્તિ મળે છે. રાજીવ અને મોનિકા મોદીના કિસ્સામાં પરમેનેન્ટ એલિમનીની શરત હોવાથી મોનિકા મોદીને જે રૂ. ૨૦૦ કરોડ મળશે તેમાંથી એક પણ રૂપિયો આવકવેરાનો કપાશે નહીં.

લગ્ન મુંબઈમાં પણ ડિવોર્સ કેમ અમદાવાદમાં ?  

લગ્ન હિન્દુ મેરેજ એકટ કે સ્પેશયલ મેરેજ એકટ પ્રમાણે નોંધાતા હોય છે. મોનીકા પટેલના રાજીવ મોદી સાથે લગ્ન ૨૬ વર્ષ અગાઉ મુંબઈમાં સ્પેશયલ મેરેજ એકટ પ્રમાણે થયા હતા. આ એક્ટની કલમ ૨૦ (એ)માં છુટાછેડાની જોગવાઈ મુજબ, જ્યાં લગ્ન થયા હોય ત્યાં અથવા છેલ્લે જ્યાં સેપરેશન હોય ત્યાં અરજી કરી શકાય. એટલે મોનિકા પટેલે અમદાવાદની ફેમીલી કોર્ટમાં છુટાછેડા લેવા માટે અરજી કરી છે.

૨૦૧૨થી લગ્ન જીવનના હક જ નથી ભોગવ્યા

સામાન્ય રીતે છુટાછેડાના કિસ્સામાં સંમતિથી કોર્ટમાં અરજી કરવામાં આવે તો કોર્ટ બન્ને જણાને વિચારવા માટે છ માસનો સમય આપતી હોય છે.પણ સુપ્રિમ કોર્ટે તાજેતરમાં છુટાછેડાનો સંમતિના કેસમાં ઝડપી નિર્ણય લેવા કરેલા આદેશ આ છુટાછેડાની અરજીમાં ટાંકવામાં આવ્યો છે. સાથો- સાથ બન્ને ૨૦૧૨ થી લગ્ન જીવનનો હક્ક ભોગવતા નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે ઓકટોબરના અંત સુધીમાં ફેમીલી કોર્ટમાં નિર્ણય આવી શકે તેમ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

દીકરાની કસ્ટડી રાજીવ મોદી પાસે  

દંપતિનો પુત્ર હાલ સગીરવયનો છે અને અમદાવાદમાં અભ્યાસ કરે છે. તેની કસ્ટડીનો અધિકાર રાજીવ મોદીને મળ્યો છે. તે માર્ચ ૨૦૧૯માં પુખ્ત વયનો બનશે. ત્યાં સુધી મોનિકા મોદીને અઠવાડિયામાં એક વાર વિઝિટેશનનો અધિકાર મળ્યો છે.

સહમતીથી છૂટાછેડા, હુકમ ઝડપથી  

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલાં લગ્ન બાદ છૂટાછેડા મેળવવા સામાન્ય પણે છ મહિનાનો સમય પુનઃ વિચારણા માટે આપવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના હુકમ બાદ દંપતિ લાંબા સમયથી બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ ન હોવાનું દર્શાવે તો ફેરવિચારણા હોતી નથી. આથી મોદી દંપતિને આ મહિના અંતમાં જ છૂટાછેડા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન