રાજકોટ: તબીબની આત્મહત્યાના પ્રકરણમાં વોટ્સઅપ મેસેજ દ્વારા પત્ની કરતી હતી દબાણ - Sandesh
NIFTY 11,376.00 -59.10  |  SENSEX 37,681.21 +-170.79  |  USD 70.3300 +0.44
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ: તબીબની આત્મહત્યાના પ્રકરણમાં વોટ્સઅપ મેસેજ દ્વારા પત્ની કરતી હતી દબાણ

રાજકોટ: તબીબની આત્મહત્યાના પ્રકરણમાં વોટ્સઅપ મેસેજ દ્વારા પત્ની કરતી હતી દબાણ

 | 1:46 pm IST

રાજકોટના સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે રવિવારે સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તબીબે આત્મહત્યા કરતાં પહેલાં પોતાના ઘરમાં એક દિવાલ પર પોતાની પત્નીને ઉદ્દેશીને લખ્યું હતું કે, ‘પૂજા તું બહું જ ખોટું બોલે છે, મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી.’ આ બનાવ અંગે જાણ થતાં દોડી ગયેલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધું તપાસ હાથ ધરી હતી.

જેમાં મૃતક ડોક્ટર વિપુલ મોહન પારિયાના થોડાં સમય અગાઉ જ પ્રેમલગ્ન થયા હોવાનું જાણવા મળ્યું હતું. પત્ની સાથે ઝગડો થતાં પતિએ અંતિમ પગલું ભરી લીધું હતું. જો કે આ મામલે સંદેશ ન્યૂઝને ડોક્ટર અને તેની પત્નીની વાતચીતો હાથ લાગી છે. ડોક્ટર અને તેમની પત્ની પૂજાની વોટ્સઅપમાં થયેલ વાતચીત બહાર આવી છે. જેમા પૂજા દ્વારા ડોક્ટરના ભાઈ સાથે સંબંધ તોડવા દબાણ કરાઈ રહ્યુ હતું. તે ધમકી આપતી હતી કે મારી સાથે રહેવું હોય તો ભાઈ સાથે સંબંધ તોડો. જો ભાઈ સાથે રહેવું હોય તો મને ડિર્વોસ આપો. આ પ્રકારનું માનસિક ત્રાસ પૂજા ડોક્ટરને આપતી હતી.

રાજકોટના બિગબજાર પાસે રહેતા બીટી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ મોહન પારિયા(25)એ પાંચ મહિના પહેલાં જ પૂજા નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. જો કે પાંચ મહિનામાં જ પતિનો પ્રેમ વિશેનો ભ્રમ ભાંગી ગયો હતો. તેની પત્ની વારે વારે ખોટું બોલતી હોવાનો અહેસાસ થતાં તેને તેની સાથે લગ્ન કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો હતો.

તેનાથી કંટાળી ગયેલા વિપુલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં વિપુલની પત્ની પૂજા અવારનવાર ટોર્ચર કરતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે હાલ પૂજા અને તેનો પરિવાર ફરાર છે.