Doctors demanding Corona virus safety Equipment arrest in Pakistan
  • Home
  • Corona live
  • પાકિસ્તાનમાં કોરોના સામે જંગ લડી રહેલા ડૉકટર્સ પર ‘અત્યાચાર’, Video આવ્યો સામે

પાકિસ્તાનમાં કોરોના સામે જંગ લડી રહેલા ડૉકટર્સ પર ‘અત્યાચાર’, Video આવ્યો સામે

 | 10:03 am IST

કોરોના વાયરસથી લડાઇમાં ‘ભગવાન’ બની ચૂકેલા હેલ્થ વર્કર્સની સાથે પાકિસ્તાનમાં મારપીટના સમાચાર સામે આવ્યા છે. તેમની સાથે મારપીટ ત્યારે થઇ જ્યારે તેઓ પૂરતી માત્રામાં મેડિકલ સપ્લાય ઉપલબ્ધ કરાવાની માંગણી કરી રહ્યા હતા. જો કે કોરોના સામે જંગમાં આ ફ્રન્ટલાઇન વોરિયર્સ છે અને દર્દીઓને જોવા દરમ્યાન તેમનામાં સંક્રમિત થવાનો ખતરો હોય છે. એવામાં જરૂરી પ્રોટેક્ટિવ ગિયરની તેમને જરૂર છે. આ અછતના મુદ્દાને ઉઠાવતા ક્વેટામાં ડૉકટર્સે પ્રદર્શન કર્યું.

ડૉકટર્સની સાથે આતંકીઓ જેવો વ્યવહાર, ઇમરાને ઉતારી ATS

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર આતંકીઓને કાબૂમાં કરવામાં નિષ્ફળ રહી છે પરંતુ ભગવાન સમાન ડૉકટર્સની વિરૂદ્ધ એન્ટી ટેરર સ્કવોડને ઉતારી દીધું. અહીં પોલીસની સાથએ આતંક રોધી એકમના સભ્ય પણ હાથમાં ડંડા લઇને દેખાયા.

શરમજનક: પહેલા ડંડાથી માર્યા, પછી ધરપકડ કરી

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો બોલતા સંભળાઇ રહ્યા છે કે ડૉકટર્સ પર લાઠીચાર્જ કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ આલોચના કરવામાં આવી રહી છે. એક સમયે ડૉકટર્સ જ્યારે પોતાના જીવના જોખમે લોકોને બચાવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનની પોલીસ તેમના પર લાઠીઓ વરસાવી રહી છે.

‘લાઠી ડંડે કી સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી

ડૉકટર્સ પર જ્યારે ડંડા વરસ્યા તો તેમણે સૂત્રોચ્ચાર તેજ કરી દીધા. તેમણે ‘લાઠી ડંડા કી સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી’ના નારા પણ લગાવ્યા. આ દરમ્યાન મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી પહોંચી ગયા હતા જેમણે તમામને ડિટેન કરી લીધા.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતભરમાં 15 હોટસ્પોટ નક્કી કરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન