Doctors remove 116 iron nails, wire from man's stomach in Rajasthan
  • Home
  • India
  • અજીબોગરીબઃ ડોક્ટરોએ યુવકના પેટમાંથી કાઢી 116 લોખંડની ખીલ્લીઓ, છરાં અને લોખંડનાં તાર

અજીબોગરીબઃ ડોક્ટરોએ યુવકના પેટમાંથી કાઢી 116 લોખંડની ખીલ્લીઓ, છરાં અને લોખંડનાં તાર

 | 4:14 pm IST

રાજસ્થાનના બૂંદી જિલ્લામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની સર્જરી બાદ ડોક્ટરોએ તેનાં પેટમાંથી 116 લોખંડની ખીલ્લીઓ, લોખંડના છરાં અને લોખંડના તાર બહાર કાઢ્યા છે. સોમવારે કરવામાં આ ઓપરેશન બાદ યુવકની પરિસ્થિત હાલ સામાન્ય છે.

ડોક્ટરોએ જણાવ્યું કે, 42 વર્ષીય ભોલા શંકર માનસિક રીતે બીમાર છે. તેના પેટમાં લોખંડની ખીલ્લીઓ, છરાં અને તાર કેવી રીતે આવ્યા, એ હજુ બતાવી શકતો નથી. જો કે, ડોક્ટરોનું કહેવું છે કે, ભોલા શંકરને લોખંડનો સામાન ખાવાની આદત છે, જેના કારણે તે આ બધો સામાન ગળી ગયો હતો.

ભોલા શંકરના પિતા મદનલાલે કહ્યું કે, 20 વર્ષ પહેલાં તેમનો પુત્ર બાગકામ કરતો હતો. તે માનસિક બીમાર થઈ ગયો તો તેણે કામ છોડી દીધું હતું. તેને પેટમાં દુખાવા લાગ્યું તો અમે તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ડોક્ટરોએ જ્યારે ભોલા શંકરના પેટને સ્કેન કર્યું તો તેઓ દંગ રહી ગયા હતા. તેના પેટમાં ખીલ્લી, છરાં અને તાર દેખાતા હતા.

ટીમમાં સામેલ જિલ્લા હોસ્પિટલના ડો. અનિલ સૈનીએ જણાવ્યું કે, બીજી વખત કરાયેલાં ડિઝિટલ એક્સ રેમાં ભોલાના પેટમાં ખીલ્લીઓ, છરાં અને તાર સ્પષ્ટ રીતે જોવા મળતા હતા. જે બાદ ડોક્ટરોએ તાત્કાલિક સર્જની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે, દોઢ કલાક સુધી ભોલાનું ઓપરેશન ચાલ્યું હતું. અને તે દરમિયાન ભોલાનાં પેટમાંથી લોખંડનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે, પેટમાંથી નીકાળેલી દરેક ખીલ્લીઓની લંબાઈ 6.5 ઈંચ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન