દુનિયાનો પહેલો કિસ્સો, મહિલાની આંખમાંથી નીકળ્યું એવું કે ખુદ ડૉક્ટર્સ સ્તબ્ધ - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • દુનિયાનો પહેલો કિસ્સો, મહિલાની આંખમાંથી નીકળ્યું એવું કે ખુદ ડૉક્ટર્સ સ્તબ્ધ

દુનિયાનો પહેલો કિસ્સો, મહિલાની આંખમાંથી નીકળ્યું એવું કે ખુદ ડૉક્ટર્સ સ્તબ્ધ

 | 11:23 am IST

અમેરિકાના ઑર્ગનમાં રહેતી એક મહિલાનો કિસ્સો સાંભળી કમકમાટી આવી જશે. અહીં એક મહિલાની આંખમાં એવું ઇન્ફેકશન થયું છે જે અત્યાર સુધી માત્ર પશુઓમાં જ થતું હતું, પરંતુ તેનાથી પણ વધુ અચંબામાં મૂકનારી વાત તો એ છે કે આ મહિલાની આંખમાંથી ડૉકટર્સે અંદાજે 14 કીડા કાઢ્યા છે. ડૉક્ટર્સ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે તમામ કીડા લગભગ અડધો-અડધો ઇંચ લાંબા હતા.

આ ઘટના હેરાન કરનારી છે કારણ કે આજ સુધી વ્યક્તિઓમાં આવું ઇન્ફેકશન જોવા મળ્યું નથી. અત્યાર સુધી આ ઈન્ફેકશન માત્ર પશુઓ સુધી જ સીમિત હતું, પરંતુ ઓર્ગનની રહેવાસી મહિલામાં આ ઇન્ફેકશન જોવા મળ્યા બાદ ખુદ ડૉકટર્સ અચંબામાં પડી ગયા છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઇન્ફેકશન થેલજિયા ગ્લોસા (Thelazia gulosa) નામના કીડાથી ફેલાય છે. જે ઉત્તર અમેરિકા અને કેનેડાના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. આ કીડા માખીઓ દ્વારા ફેલાય છે, જે આંસુઓ દ્વારા પોતાનું ખાવાનું ગ્રહણ કરે છે.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ડિવીઝન ઓફ પેરાસાઇટિક ડિસીસ એન્ડ મેલેરિયાના રિચર્ડ બ્રેડબરીના મતે આ પ્રકારનો કેસ આજે સુધી કોઇપણ વ્યક્તિમાં જોવા મળ્યો નથી અને હવે આ પ્રકારના કેસ સામે આવતા ખરેખર આશ્ચર્ય અને ચિંતાનો વિષય છે.