દસ્તાવેજનો પક્ષકાર ન હોય, કે તેના વડે ઔબંધાયેલ ન હોય, તેણે તે રદ કરવાની જરૂર નથી - Sandesh
  • Home
  • Columnist
  • દસ્તાવેજનો પક્ષકાર ન હોય, કે તેના વડે ઔબંધાયેલ ન હોય, તેણે તે રદ કરવાની જરૂર નથી

દસ્તાવેજનો પક્ષકાર ન હોય, કે તેના વડે ઔબંધાયેલ ન હોય, તેણે તે રદ કરવાની જરૂર નથી

 | 3:35 am IST
  • Share

રદ્દીકરણનો દાવોે ફરજિયાત પણે એવી વ્યક્તિ દ્વારા લવાવો જોઈએ, કે જે, તે દસ્તાવેજની પક્ષકાર હતી અથવા એવી વ્યક્તિ વડે કે જે અન્યથા કાયદામાં તેના વડે બંધાયેલ હોય. પરંતુ, એવી વ્યક્તિ, કે જે ન તો દસ્તાવેજની પક્ષકાર છે, કે ન તો તેના વડે બંધાયેલ છે, તેણે રદ કરાવવાનો દાવો લાવવાની જરૂર નથી. જ્યારે વાદી પોતાના ટાઈટલ પ્રસ્થાપિત કરવાની માગણી કરે છે, પરંતુ એવા દસ્તાવેજ, કે જેનો તે પક્ષકાર હોઈ શકે, તેના પરત્વેની અલગ ન કરી શકાય તેવી અડચણ દૂર કર્યા વિના તેમ કરી શકતો નથી ત્યારે, તેણે તે રદ કરાવવો જ જોઈએ. જો કે, જ્યારે તે ટાઈટલ પ્રસ્થાપિત કરવા ધારે અને પોતાને અમુક પક્ષકારો વચ્ચેના વ્યવહારથી ભયભીત થયેલ જાણે છે ત્યારે, તેના માટે ઉપલબ્ધ રાહત એવી જાહેરાત મેળવવાની છે કે, તે હુકમનામું અથવા દસ્તાવેજ અથવા વ્યવહાર, જ્યાં સુધી તેને લાગે વળગે છે ત્યાં સુધી ગેરકાયદેસરનોે છે.

ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર કર્ણાટક હાઈકોર્ટ (ખંડ પીઠ) દ્વારા યુ વિજયાકુમાર, ગીથા રાવ વિરુદ્ધ માલિની વી. રાવ, રેગ્યુલર ફર્સ્ટ અપીલ નં. ૮૧૩/૨૦૧૨ના કામે તા. ૩૦-૦૫-૨૦૧૬ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૮, ઓગસ્ટ-૨૦૧૬, પાના નં. ૬૪૫) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

વિવાદીત મિલકત અંગેના મૂળ દાવા નં. ૨૪૦૫/૨૦૧૦ના કામે ૧૨માં વધારાના સિટી સિવિલ જજ, બેંગલુરુ દ્વારા અપાયેલ તા. ૨૪-૦૨-૨૦૧૨ના રોજના ચુકાદા અને હુકમનામા વિરુદ્ધની હાલની આ અપીલ દાખલ કરવામાં આવેલ છે. જે વડે મેસર્સ ટેક્સ એકસ ઈન્ટરનેશનલના કુલમુખત્યાર (જનરલ પાવર ઓફ એટર્ની હોલ્ડર) તરીકે પ્રથમ પ્રતિવાદી દ્વારા બીજા પ્રતિવાદીની તરફેણમાં દાવાના પરિશિષ્ટ- બી વાળી મિલકતના સંબંધમાં કરવામાં આવેલ તા. ૧૭-૦૨-૨૦૦૯ના રોજ વેચાણ દસ્તાવેજ વ્યર્થ અને રદબાતલ છે તેમજ વાદી વગેરેને બંધનકર્તા નથી તેવું જાહેર કરી અને પ્રતિમાસ રૂ. ૫૦,૦૦૦ના દરે નુકસાની આપીને વાદીના દાવામાં હુકમનામું કરવામાં આવ્યું હતું.

જાહેરાતની દાદ માંગવા સાથે વાદીએ મિલકતનો કબજો પરત મેળવવાની દાદ પણ માંગી છે. જો કે, તેણીએ પ્રથમ પ્રથમ પ્રતિવાદી દ્વારા બીજા પ્રતિવાદીની તરફેણમાં કરી આપવામાં આવેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાની માગણી કરેલ નથી. તેથી, વિચારણા માટેનો પ્રશ્ન એ છે કે, શું જ્યારે કોઈ દસ્તાવેજ વાદીને બંધનકર્તા નથી, તે પ્રમાણે જાહેરાતની દાદ માંગવામાં આવે ત્યારે, તેવો દસ્તાવેજ રદ કરાવવાનું જરૂરી છે ?  જે અંગે નામદાર હાઈકોર્ટે જણાવેલ કે, ચોક્કસ મિલકતને અસર કરનારા દસ્તાવેજના રદ્દીકરણના દાવા અને અમુક દસ્તાવેજ વાદીની વિરુદ્ધ બિનઅમલી છે, એવી જાહેરાત માટેના દાવા વચ્ચે સ્પષ્ટ અને સુપ્રસ્થાપિત તફાવત છે, રદ્દીકરણનો દાવો ફરજિયાત પણે એવી વ્યક્તિ દ્વારા લવાવો જોઈએ, કે જે, તે દસ્તાવેજની પક્ષકાર હતી અથવા એવી વ્યક્તિ વડે કે જે અન્યથા કાયદામાં તેના વડે બંધાયેલ હોય. પરંતુ એવી વ્યક્તિ, કે જે ન તો દસ્તાવેજની પક્ષકાર છે, કે ન તો તેના વડે બંધાયેલ છે, તેણે તે રદ કરાવવાનો દાવો લાવવાની જરૂર નથી. જ્યારે વાદી પોતાના ટાઈટલ પ્રસ્થાપિત કરવાની માગણી કરે છે, પરંતુ એવા દસ્તાવેજ, કે જેનો તે પક્ષકાર હોઈ શકે, તેના પરત્વે અલગ ન કરી શકાય તેવી અડચણ દૂર કર્યા વિના તેમ કરી શકતો નથી ત્યારે, તેણે તે રદ કરાવવો જ જોઈએ, જો કે, જ્યારે તે ટાઈટલ પ્રસ્થાપિત કરવા ધારે અને પોતાને અમુક પક્ષકારો વચ્ચેના વ્યવહારથી ભયભીત થયેલ જાણે છે ત્યારે તેના માટે ઉપલબ્ધ રાહત એવી જાહેરાત મેળવવાની છે કે, તે હુકમનામું અથવા દસ્તાવેજ અથવા વ્યવહાર, જ્યાં સુધી તેને લાગે વળગે છે ત્યાં સુધી ગેરકાયદેસરનો છે. જ્યારે એક વ્યક્તિ દસ્તાવેજનો પક્ષકાર હોય ત્યારે, તે આવા દસ્તાવેજની અસર માત્ર ભારતીય કરાર અધિનિયમ હેઠળ જોગવાઈ થાય મુજબની રાહે જ પૂર્ણ કરી શકે છે, ખાસ કરીને, જ્યારે ત્રાહિત પક્ષકારોના હિતો ઊભા થયા હોય. પરંતુ, જ્યારે કોઈ ત્રાહિત પક્ષકારનું હિત ઊભું થયેલ ન હોય ત્યારે અને જ્યારે તે માત્ર નામનો પક્ષકાર હોય, પરંતુ આવા દસ્તાવેજ પરત્વે કાયદા હેઠળનો પક્ષકાર ન હોય ત્યારે તે જાહેરાત માંગી શકે કે, આવો દસ્તાવેજ બંધનકર્તા નથી. એક એજન્ટ દ્વારા તેની પત્નીના નામે મેળવાયેલ દસ્તાવેજને ત્રાહિત પક્ષકારની તરફેણમાં થયેલ દસ્તાવેજ તરીકે ગણી શકાય નહીં. તે એજન્ટની તરફેણમાં થયેલ વેચાણ દસ્તાવેજ જ છે, કે જે વ્યર્થ છે, તે જ્યાં સુધી કરાર અધિનિયમની કલમ- ૨૧૫માં જણાવેલ શરત પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી. આવી જાહેરાતની અસર એ છે કે, વેચાણ દસ્તાવેજ બિનઅમલી બની જાય છે અને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ તેવી જાહેરાતના પરિપેક્ષમાં, વેચાણ દસ્તાવેજ હેઠળનો ખરીદદાર તે વેચાણ દસ્તાવેજ હેઠળ કોઈ અધિકારનો દાવો કરી શકતો નથી. વિવાદ હેઠળની મિલકત પરત્વે વાદીની ટાઈટલ ક્યારેય પણ શંકાસ્પદ નહોતું, કારણ કે, ખરીદદાર તેનું ટાઈટલ વાદી પાસેથી મેળવે છે. કથિત વેચાણ દસ્તાવેજ વાદીના ટાઈટલ ઉપર જ વાદળ રચે છે. કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ એવી જાહેરાત કે, કથિત વેચાણ દસ્તાવેજ વાદી ઉપર બંધનકર્તા નથી, તે વાદળને દૂર કરે છે અને કથિત વેચાણ દસ્તાવેજ હોવા છતાં, વાદી માલિક તરીકે ચાલુ રહેવા પામે છે. કથિત વેચાણ દસ્તાવેજ એજન્ટની પત્નીના નામે છે. કોઈ ત્રાહિત પક્ષકારનું હિત સંડોવાયેલ નથી. તેથી, રદ્દીકરણની કોઈ દાદ માંગવી જરૂરી નથી.

વધુમાં નામદાર હાઈકોર્ટે એવું તારણ આપેલ કે, હાલના કેસમાં, એ બાબતે કોઈ વિવાદ નથી કે, વાદી પરિશિષ્ટ- એ વાળી મિલકતના માલિક હતા અને વેચાણ દસ્તાવેજો તેણીના નામે છે. મિલકતનો કબજો પ્રથમ પ્રતિવાદી પાસે છે તેઓ વાદીના કુલમુખત્યાર પણ છે. વાદી યુ.એસ.એ.ના રહેવાસી છે અને પ્રથમ પ્રતિવાદી કુલમુખત્યારનામાની રૂએ પરિશિષ્ટ- એ વાળી મિલકતનું વ્યવસ્થાપન કરી રહ્યા છે. હવે, વાદીની જાણ અને સંમતિ વિના તે જ કુલમુખત્યારનામા હેઠળ પ્રથમ પ્રતિવાદીએ તેમની પત્નીની તરફેણમાં રૂ. ૫ લાખના અવજ પેટે પરિશિષ્ટ- બી વાળી મિલકતના સંબંધમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. પ્રથમ પ્રતિવાદી એજન્ટ હોઈ, હવે મિલકતમાં તેમના પોતાના વિરુદ્ધ હિતનો દાવો કરી રહ્યા છે. આવા વ્યવહારા વડે પરિશિષ્ટ- બી વાળી મિલકત ઉપરના વાદીના ટાઈટલ ઉપર વાદળ ઘેરાયું છે.

વધુમાં નામદાર હાઈકોર્ટે ઠરાવેલ કે, રેકર્ડ ઉપરના પુરાવાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે, વેચાણ દસ્તાવેજ વાદીની જાણ અને સંમતિ વિના કરી આપવામાં આવ્યો હતો અને તેણીને હાનિ કર્તા છે. પ્રતિવાદીઓએ તે બાબત તેણીથી છુપાવી હતી અને તેથી, વાદીએ વ્યવહાર રદ કર્યો છે. પ્રતિવાદીઓ કારણ કે, પરિશિષ્ટ- બી વાળી મિલકત ઉપર વાદીના ટાઈટલનો ઈન્કાર કરીને પોતાનું ટાઈટલ દાખલ કરી રહ્યા છે. વાદી માટે એવી જાહેરાત મેળવવાનું જરૂરી છે કે દસ્તાવેજ વ્યર્થ અને રદ બાતલ છે અને તેણીને બંધનકર્તા નથી. વિશિષ્ટ દાદ અધિનિયમની કલમ-૩૪ આવી જાહેરાત મેળવવાનો અધિકાર વાદી ઉપર નિહિત કરે છે.

આથી નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, કપટપૂર્વકના વ્યવહાર અંગે જાણ થયા બાદ, વાદીએ પહેલાંથી જ જનરલ પાવર ઓફ એટર્નીનો લેખ રદ કર્યો છે અને વ્યવહાર ફગાવી દીધો છે. તેથી તેણીએ ફરજિયાતપણે પ્રતિવાદીઓ પાસેથી મિલકતનો કબજો મેળવવાનો છે. અન્યથા માત્ર ઉપરોક્ત પ્રકારની જાહેરાત બિલકુલ કોઈ પ્રકારની રાહત બની રહેશે નહીં. હાલના કેસની હકીકતો અને સંજોગોમાં, કબજાની દાદ એ વિશિષ્ટ દાદ અધિનિયમની કલમ-૩૪ના પ્રબંધકની બેલીઓમાં જે મંગાવી જોઈતી હતી, તે વધારાની દાદ છે અને અપીલકર્તાના વિદ્વાન વકીલ દ્વારા રજૂઆત થયા મુજબ નહીં કે વેચાણ દસ્તાવેજનું રદ્દીકરણ, ટાઈટલની જાહેરાતનું હુકમનામું બીજા પ્રતિવાદીની તરફેણમાં વેચાણ દસ્તાવેજનું અસ્તિત્વ હોવા છતાં, તે વેચાણ દસ્તાવેજને રદ કરતી અસર ધરાવે છે અને તેથી, વેચાણ દસ્તાવેજનું રદ્દીકરણ માગવાની કોઈ જરૂર નથી. કબજાનું હુકમનામું મંજૂર કરવામાં આવે તે સિવાય વાદીનો દાવો પૂર્ણ થશે નહીં, તેથી તે માંગવામાં આવેલ છે અને મંજૂર કરવામાં આવેલ છે. આમ, કલમ ૩૪ના પ્રબંધકની જરૂરિયાતનું પાલન થયેલ છે. આ કારણોસર દાવો વિશિષ્ટ દાદ અધિનિયમની કલમ ૩૪ વડે દૂષિત નથી, એવું ટ્રાયલ કોર્ટનું તારણ સારી રીતે સ્થાપિત છે અને કોઈ ગેરકાયદેસરતાથી દૂષિત નથી. આથી નામદાર કર્ણાટક હાઈકોર્ટ (ખંડ પીઠ) ઉપરોક્ત હકીકતોના પરિપેક્ષમાં હાલની અપીલમાં કોઈ ગુણદોષ ન જણાતા અપીલ રદ જાહેર કરેલ. (સંદર્ભ : લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૮, ઓગસ્ટ-૨૦૧૬, પાના નં. ૬૪૫)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો